Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મોત
ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4710 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 51013 પર પહોંચી ગયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4710 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 51013 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 236 લોકો વેન્ટીલેટર પર છે. 50777 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1134683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10648 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 11184 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 34 મોત થયા. આજે 2,71,887 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1451, વડોદરા કોર્પોરેશનમાં 781, ગાંધીનગર કોર્પોરેશનમાં 242, વડોદરા 231, સુરત કોર્પોરેશનમાં 174, સુરત 165, મહેસાણા 147, બનાસકાંઠા 144, રાજકોટ કોર્પોરેશન 137, ખેડા 115, આણંદ 114, ગાંધીનગર 105, કચ્છ 96, રાજકોટ 89, પાટણ 74, ભરુચ 54, મોરબી 53, જામનગર કોર્પોરેશન 51, પંચમહાલ 50, તાપી 45, સાબરકાંઠા 42, નવસારી 39, ભાવનગર કોર્પોરેશન 36, અમદાવાદ 33, ડાંગ 24, વલસાડ 23, જામનગર 22, છોટા ઉદેપુર 20, દેવભૂમિ દ્વારકા 20, ભાવનગર 19, અરવલ્લી 18, દાહોદ 16, ગીર સોમનાથ 16, મહીસાગર 15, સુરેન્દ્રનગર 15, અમરેલી 9, જૂનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 7, જૂનાગઢ 5, પોરબંદર 4 અને બોટાદમાં 1 કેસ નોંધાયો છે.
આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 4, મહેસાણા 1, બનાસકાંઠા 1, રાજકોટ કોર્પોરેશન 1, રાજકોટ 2, ભરુચ 2, મોરબી 1, જામનગર કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડ 1, ભાવનગર 4 અને પોરબંદરમાં 1 દર્દીનું મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 23 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 397 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3887 લોકોને પ્રથમ અને 8445 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19290 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 59585 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 21521 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 133024 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 25715 લોકોને અપાયો છે. આજે કુલ 2,71,887 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,95,49,348 લોકોને રસી અપાઈ છે.