Gujarat corona: રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 900 નજીક પહોંચ્યો, જાણો ક્યાં વધ્યા કેસ...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યા બાદ આજે ફરીથી કેસ વધ્યા છે.
Gujarat corona Upadate: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યા બાદ આજે ફરીથી કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 894 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 691 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત નથી થયું. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 894 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 295 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 54, મહેસાણા 45, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશનમાં 31, સુરત 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભાવનગર કોર્પોરેશન 22, ભરુચ 18, વડોદરા 16, જામનગર કોર્પોરેશન 7, ગાંધીનગર 31, કચ્છ 30, પાટણ 38, રાજકોટ 18 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12,28,955 દર્દીઓ સાજા થયાઃ
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 691 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,28,955 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 5099 થયા છે, જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,954 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 1,93,074 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે.
Mask Up: દેશમાં બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં કોરોનાના વધતા કેસને લઈ જમ્મુ-કાશ્મીર જિલ્લામાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ સંક્રમણના વધતા પ્રસારથી રાજ્યના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. મંગળવારે, રાજ્યમાં જબરદસ્ત ઉછાળો સાથે ત્રણ મહિના પછી 333 સંક્રમિત કેસ મળી આવ્યા હતા. કોરોનાના મોટાભાગના કેસો સ્થાનિક સ્તરના છે, એટલે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. જમ્મુ જિલ્લો મહત્તમ 640 સક્રિય કેસ સાથે કોવિડ પ્રતિબંધો તરફ આગળ વધી રહ્યો છે. જમ્મુની સાથે રાજધાની શ્રીનગરમાં સતત સંક્રમણના કેસોને કારણે કોવિડ યોગ્ય વર્તનને કડક રીતે લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના પાંચ જિલ્લા કિશ્તવાડ, રામબન, બાંદીપોરા, ગાંદરબલ અને શ્રીનગરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. જમ્મુ ડિવિઝનમાં એક સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું છે.