શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં એક સપ્તાહ બાદ કોરોનાથી એકનું મોત, જાણો કેટલા નવા કેસ નોંધાયા?

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,230 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16  નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં એક સપ્તાહ બાદ કોરોનાથી એકનું મોત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,230 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની પાંચ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,230 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં ચાર, ભાવનગરમાં ત્રણ, સુરતમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, મહીસાગરમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે.  

રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 24  લોકોને પ્રથમ ડોઝ અને 4853 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 89,631 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 60,219 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,62,781 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,08,310 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 5,25,818 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,82,68,514 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર

Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન

US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત

Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ

Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 

Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Embed widget