(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા, 61 લોકોએ આપી કોરોનાને મ્હાત
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 340 લોકો સ્ટેબલ છે. 8,14,223 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 331ને પ્રથમ અને 14305 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 65429 લોકોને પ્રથમ અને 79431 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 1,87,827 નાગરિકોને રસીનો પ્રથમ અને 8630 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,55,953 લોકોનું કુલ રસીકરણ થયું હતું. જ્યારે ગુજરાતમાં 3,10,11,525 નાગરિકોને અત્યાર સુધી ગુજરાતમાં રસીકરણ થઇ ચુક્યું છે.
અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણમાં એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. આજે 61 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 814223 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.