શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કોરોના બેકાબૂ: આજે 1420 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 305 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1040 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં હાલ 13050 એક્ટિવ કેસ છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1420 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3837 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,94,402 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 305, સુરત શહેરમાં 205 , વડોદરા શહેરમાં 116, રાજકોટ શહેરમાં 83, બનાસકાંઠા-54, રાજકોટ-54, ગાંધીનગર કોર્પોરેશન - 52, મહેસાણા -52 , પાટણ-49 અને સુરતમાં 41 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1040 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 1,77,515 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં હાલ 13050 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાંથી 12958 દર્દીઓની હાલત સ્થિર છે તો 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે કોરોના વાયરસથી કુલ 7 લોકોના મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, પાટણ અને રાજકોટ કોર્પોરેશનમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 71,01,057 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion