Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 262 કેસ નોંધાયા, 776 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 262 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10023 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 776 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.90 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,55,046 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 776 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.90 ટકા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 42. સુરત કોર્પોરેશનમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 19, ગીર સોમનાથ 16, સુરત 16, વડોદરા કોર્પોરેશન 15, જૂનાગઢ 12, વડોદરા 10, જુનાગઢ કોર્પોરેશન 9, અમરેલી 8, ભરુચ 8, આણંદ 7, બનાસકાંઠા 7, દેવભૂમિ દ્વારકા 7, કચ્છ 7, વલસાડ 7, નવસારી 6, જામનગર કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે.
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 18 જૂનના રોજ 2,55,046 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,15,47,305 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.
રાજ્યમાં આજે 18 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 776 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.90 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 7230 થયા છે, જેમાં 198 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 7032 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 1, વડોદરામાં 1 અને જામનગરમાં 1 સાથે કુલ 5 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10023 પર પહોંચી ગયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 95, સુરત કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 47 અને વડોદરા કોર્પોરેશનમાં 89 લોકોએ આજે કોરોના વાયરસને મ્હાત આપી છે.