Gujarat Corona cases: રાજ્યમાં સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા, વધુ 125નાં મોત
રાજ્યમાં અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 25, મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8, જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5, બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણા-495, સુરત-491, વડોદરા કોર્પોરેશન-475, રાજકોટ કોર્પોરેશન- 397, જામનગર કોર્પોરેશન-307, વડોદરા-256, બનાસકાંઠા-227, ભરુચ-206, જામનગર-202, કચ્છ-200, પાટણ-185, ગાંધીનગર કોર્પોરેશન-171, ભાવનગર કોર્પોરેશન-149, તાપી-135, રાજકોટ-119, ખેડા-117, દાહોદ-115, સાબરકાઠા-112, ભાવનગર - 111, ગાંધીનગર-110, નર્મદા-110, અમરેલી-98, જુનાગઢ--95, જુનાગઢ કોર્પોરેશન-93, નવસારી-93, પંચમહાલ-93, અમદાવાદ-85, વલસાડ-82, સુરેન્દ્રનગર-80, આણંદ-72, મોરબી, મહીસાગર-62, ગીર સોમનાથ-61, અરવલ્લી-59, પોરબંદર-42, બોટાદ-31, ડાંગ-28, દેવભૂમિ દ્વારકા-28 અને છોટા ઉદેપુરમાં 21 લોકોના મૃત્યુ થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,07,16,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 21 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
21 એપ્રિલ | 12553 | 125 |
20 એપ્રિલ | 12206 | 121 |
19 એપ્રિલ | 11403 | 117 |
18 એપ્રિલ | 10340 | 110 |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
1,33,087 |
1221 |