શોધખોળ કરો

ગુજરાતમાં ત્રીજી લહેરના આગમન વચ્ચે મુખ્યમંત્રીએ મંત્રીઓને શું આપી સૂચના? જાણો વિગત

ગુજરાત સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટમાં મંત્રીઓને સૂચના આપી છે. ભીડભાડવાળા જાહેર કાર્યક્રમોમાં ભાગ ન લેવા સૂચના આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસો પણ સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટમાં મંત્રીઓને સૂચના આપી છે. ભીડભાડવાળા જાહેર કાર્યક્રમોમાં ભાગ ન લેવા સૂચના આપી છે.  કોરોનાના વધતા કેસોના કારણે મુખ્યમંત્રી એ આપી સૂચના. અન્ય જાહેર કાર્યક્રમોમાં ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પણ સૂચના આપી છે. 

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે પૂરી થશે? જાણો,  IMA પ્રેસિડેન્ટ ડો.પ્રફુલ કામાણીએ શું કહ્યું?

રાજકોટઃ કોરોનાની ત્રીજી લહેરને લઈને રાજકોટમા IMA પ્રેસિડેન્ટ ડો.પ્રફુલ કામાણીનું નિવેદન આપ્યું હતું. હજી ફેબ્રુઆરીમાં કોરોના પિક પર આવશે. આમને આમ જો લોકોની બેદરકારી રહેશે તો ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ વધી શકે છે. સાથે જ એમ પણ જણાવ્યું કે માર્ચમાં કોરોનાની લહેર જતી રહેશે. છેલ્લા ત્રણ દિવસથી કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ડો. કામાણી એમ પણ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કેસ ઓછા છે. ત્યારે બને ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારના લોકોના સંપર્કમાં ન આવે. સાથે જ લોકો લગ્ન સમારંભ કે અન્ય મેળાવડાઓમાં પણ ભાગ ન લે. સાથે લગ્ન સમારંભમાં જમવાનું પણ બને ત્યાં સુધી લોકો ટાળે.

ગુજરાતમાં ત્રીજી લહેરનો શરૂઆતી તબક્કો ચાલુ, કોણે કરી આ જાહેરાત?

અમદાવાદઃ  અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે IMAના હોદેદારોની આરોગ્યવિભાગ સાથે બેઠક. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો શરૂઆતી તબક્કો ચાલુ થઈ ગઈ હોવાનું IMAએ જણાવ્યું હતું. IMA પ્રમાણે, શરૂઆતી તબક્કા સાથે કમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ થયો છે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆત સુધી આ સ્થિતિ રહેવાનું IMAનું અનુમાન છે. 

કમુરતા બાદ પણ લગ્નના કારણે સંક્રમણ વધુ ફેલાવવાનું IMAનું અનુમાન છે. કેન્દ્રીય મંત્રીને જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સંપર્ક વધુ મજબૂત બનાવવા IMAનું સૂચન કરાયું છે. પ્રશાસન અને તબીબો એકસાથે મળીને લડત આપશે તો આરોગ્ય વ્યવસ્થા ઉપર માઠી અસર નહિ પડે. આજે મળનારી બેઠકમાં પણ સરકાર અને તબીબો વચ્ચે સંકલન સાધીને હોમ આઇસોલેટ દર્દીઓ અંગે કરાશે ચર્ચા. દર્દીઓને ઘેર રહીને સાંત્વના આપી શકાય તે માટે કેન્દ્ર સરકાર પણ હકારાત્મક જણાઈ છે, તેમ IMA સેક્રેટરીએ ઉમેર્યું હતું. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476  કેસ નોંધાયા છે.  બીજી તરફ 2704  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2861, સુરત કોર્પોરેશનમાં 1988,  વડોદરા   કોર્પોરેશનમાં 551,  રાજકોટ કોર્પોરેશનમાં 244,  વલસાડ 189, ભાવનગર કોર્પોરેશન 136, સુરત 136,  ગાંધીનગર કોર્પોરેશન 135, કચ્છ 121, મહેસાણા 108, ભરુચ 92, આણંદ 88, જામનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ કોર્પોરેશન 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3,  જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1, પોરબંદર  1 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 37238  કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે, જ્યારે 37204 નાગરિકો સ્ટેબલ છે. 828406 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10132 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 3  મૃત્યુ થયા. વલસાડમાં 1,  સુરતમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 38  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 623 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 10691 લોકોને પ્રથમ અને 24532 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 55338 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 41611 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 129172 લોકોને અપાયો છે.  આજે કુલ 3,30,074 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,38,31,668 લોકોને રસી અપાઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Embed widget