શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરમાં સુરેન્દ્રનગરના કયા ગામમાં 18 દર્દીઓના થયા મોત? કેટલા લોકોને લાગ્યો ચેપ?

લખતર તાલુકાના વણા ગામમા કોરોનાની બીજી લહેરમાં એક માસમાં 150થી વધું પોઝીટીવ કેસો છે અને 18થી વધુના મોત નીપજ્યા છે. હાલ 25 એક્ટિવ કેસ કોરોના પોઝીટીવ છે ત્યારે મારું ગામ કોરોના મુક્ત ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

સુરેન્દ્રનગરઃ જીલ્લાનાં ગામડામાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે લખતર તાલુકાના વણા ગામમા કોરોનાની બીજી લહેરમાં એક માસમાં 150થી વધું પોઝીટીવ કેસો છે અને 18થી વધુના મોત નીપજ્યા છે. હાલ 25 એક્ટિવ કેસ કોરોના પોઝીટીવ છે ત્યારે મારું ગામ કોરોના મુક્ત ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાં કેસમાં વધી રહ્યા છે ત્યારે બીજી લહેરમાં ગામડામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જ્યારે મારું ગામ કોરોના મુક્તની વાતો કરતી રાજ્ય સરકારનાં દાવા પોકળ સાબિત થાય છે. લખતરના વણા ગામની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે. 

મારું ગામ કોરોના મુક્ત અંતર્ગત બે દિવસ પહેલા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ કોવીડ સેન્ટરમાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. જ્યારે છેલ્લાં એક માસમાં વણા ગમા સત્તાવાર 65 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જ્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે 150 થી પણ વધું કેસ નોંધાયા છે અને 18 થી વધુના મોત નીપજ્યા છે. વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની પણ સુવિદ્યા ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે હાલ વણા ગામમાં 25 એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ હોવાનું પ્રાથમિક આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ખાનગી કલીનિક ચાલતા ડોકટરે એક માસમાં તેમના કલીનીકમાં 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

 રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.  સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2795 , સુરત કોર્પોરેશન-781,  વડોદરા કોર્પોરેશન 664,  મહેસાણામાં 411, વડોદરા-484, જામનગર કોર્પોરેશમાં 305 , રાજકોટ કોર્પોરેશન 286,  ભાવનગર કોર્પોરેશન-292, સુરત-264, જૂનાગઢ 257, અમરેલી-256, બનાસકાંઠા-255, પંચમહાલ-254,  જુનાગઢ કોર્પોરેશન- 227, જામનગર-206, આણંદ-199, ભરુચ-197,  ગીર સોમનાથ-193, ખેડા-175, કચ્છ-175, મહીસાગર-163, ગાંધીનગર-148, ભાવનગર-144, પાટણ-138, સાબરકાંઠા-134, દેવભૂમિ દ્વારકા-129, અરવલ્લી-225, વલસાડ-122, ગાંધીનગર કોર્પોરેશન-117, દાહોદ-114, નવસારી-110, નર્મદા-96, છોટા ઉદેપુર-90, અમદાવાદ-88, સુરેન્દ્રનગર-77, તાપી-74, પોરબંદર-51, મોરબી-49, બોટાદ-28 અને ડાંગમાં 9 કેસ સાથે કુલ 11017 નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-9,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણામાં 4 , વડોદરા-4, જામનગર કોર્પોરેશમાં 6 , રાજકોટ કોર્પોરેશનમાં 5,  ભાવનગર કોર્પોરેશન-3, સુરત-5, જૂનાગઢ 5, અમરેલી-2, બનાસકાંઠા-3, પંચમહાલ-3,  જુનાગઢ કોર્પોરેશન- 3, જામનગર-3, આણંદ-1, ભરુચ-2,  ગીર સોમનાથ-1, ખેડા-2, કચ્છ-4, મહીસાગર-2, ગાંધીનગર-2, પાટણ-1, સાબરકાંઠા-1, દેવભૂમિ દ્વારકા-1, અરવલ્લી-1, વલસાડ-1, ગાંધીનગર કોર્પોરેશન-1, દાહોદ-1 અને મોરબીમાં 1ના મોત સાથે કુલ 102 મૃત્યુ થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
  • કુલ મોત - 2 લાખ 54 હજાર 197
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાતAhmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલાSyria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચનાMehsana VASECTOMY Controversy : નસબંધીકાંડમાં મોટો ખુલાસો,  શું ઓપરેશન કરવાનો ટાર્ગેટ અપાયો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો
Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો
IND vs AUS: પિંક બોલ સામે ઘૂંટણીયે બેટ્સમેનો,ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ; ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ
IND vs AUS: પિંક બોલ સામે ઘૂંટણીયે બેટ્સમેનો,ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ; ઓસ્ટ્રેલિયાને 19 રનનો ટાર્ગેટ
Bajaj Chetak હવે ઈલેક્ટ્રિક અવતારમાં, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ
Bajaj Chetak હવે ઈલેક્ટ્રિક અવતારમાં, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ
Trending Video: 8 મહિનાના બાળકે કર્યો ચમત્કાર? સાંભળ્યો દામોદર અષ્ટકનો પાઠ! વીડિયો જોઈ તમારુ દિલ ખુશ થઈ જશે
Trending Video: 8 મહિનાના બાળકે કર્યો ચમત્કાર? સાંભળ્યો દામોદર અષ્ટકનો પાઠ! વીડિયો જોઈ તમારુ દિલ ખુશ થઈ જશે
Embed widget