Gujarat corona update: રાજ્યમાં આજે કોરોનાના નવા 632 કેસ નોંધાયા, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સતત બીજા દિવસે નવા કોરોનાના કેસનો આંકડો 500ને પાર પહોંચ્યો છે.
Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સતત બીજા દિવસે નવા કોરોનાના કેસનો આંકડો 500ને પાર પહોંચ્યો છે. આજે વધુ નવા 632 કેસ નોંધાયા છે. આજે 384 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,18,426 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.85 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 48,047 રસીના ડોઝ અપાયા હતા.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નોંધાયેલા 632 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 258, સુરત કોર્પોરેશન 85, વડોદરા કોર્પોરેશન 42, વલસાડ 33, ગાંધીનગર કોર્પોરેશન 32, મહેસાણા 30, નવસારી 18 કેસ નોંધાયા છે.
384 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3289 થયાઃ
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 384 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,18,426 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3289 થયા છે. જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક મૃત્યુ થયાના સમાચાર છે. વલસાડમાં એક મૃત્યું થયું છે.
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના 813 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અહીં સંક્રમણ દર એટલે કે પોઝિટિવી દર 5.30 ટકા છે. સક્રિય કેસોની સંખ્યા 3703 છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ, એક દિવસમાં 1021 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 15339 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં કોરોનાના 2672 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. હોસ્પિટલમાં 218 કોવિડ પોઝિટિવ દર્દીઓ દાખલ છે. દિલ્હીમાં પણ અત્યાર સુધીમાં 39083827 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાત દર્દીઓ વેન્ટિલેટર પર છે.