શોધખોળ કરો
Corona Update: ગુજરાતના કયા જિલ્લામાં આજે કોરોનાનો નોંધાયો માત્ર એક જ કેસ ? જાણો
રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા અને 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

(ફાઈલ તસવીર)
તાપીઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1540 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4031 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જ્યારે 1,95,365 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,817 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,14,309 પર પહોંચી છે. કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ રાજ્યમાં આજે કોરોનાના સૌથી ઓછા કેસ તાપીમાં અને સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા હતા. તાપીમાં આજે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો હતો. જે પછી છોટા ઉદેપુરમાં 2, પોરબંદરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 4, બોટાદમાં 4, નવસારીમાં 6, વલસાડમાં 6, ભાવનગરમાં 7, ગીર સોમનાથામાં 9, અરવલ્લીમાં 9, જુનાગઢ કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા અને 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 80,33,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,33,548 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,33,386 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા અને 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 80,33,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,33,548 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,33,386 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















