શોધખોળ કરો

ગુજરાતના કયા જિલ્લામાં આજે નોંધાયા સૌથી ઓછા કેસ ? જાણો વિગત

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,79,679 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3756 પર પહોંચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1046 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી 1000થી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3756 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,79,679 પર પહોંચી છે. જો કે, રાજ્યમાં કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં આજે સૌથી ઓછા કેસ નોંધાયા હતા. કયા જિલ્લાઓમાં નોંધાયા સૌથી ઓછા કેસ ? આજે વલસાડમાં માત્ર 1 કેસ નોંધાયો હતો, તેની સામે 3 લોકો ડિસ્ચાર્જ થયા હતા. તેના બાદ ભાવનગરમાં 2 નવા કેસ તેની સામે 5 દર્દીઓ સ્વસ્થ થયા, નવસારીમાં ત્રણ કેસ, તેની સામે 3 ડિસ્ચાર્જ થયા, પોરબંદરમાં 4, છોટાઉદેપુરમાં 4, દેવભૂમિ દ્વારકા, મહિસાગર અને તાપીમાં પાંચ-પાંચ નવા કેસ નોંધાયા હતા. તાપીમાં આજે 6 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને બિમારીમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 931 દર્દીઓને સ્વસ્થ યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી 1,63,777 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.15 છે. રાજ્યમાં હાલ 12,146 એક્ટિવ કેસ છે, 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,075 લોકો સ્ટેબલ છે. 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 64,16,963 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 161, સુરત કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 75, મહેસાણામાં 57, રાજકોટ-વડોદરામાં 38-38, પાટણમાં 36, સુરતમાં 35, બનાસકાંઠા-નર્મદામાં 24-24, ગાંધીનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, ભરૂચમાં 20, જામનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20, સુરેન્દ્રનગરમાં 20, ગાંધીનગરમાં 17, સાબરકાંઠામાં 16, દાહોરમાં 15, મોરબીમાં 15, અમરેલીમાં 14, જુનાગઢમાં 12, ખેડામાં 12, પંચમહાલામાં 11 કેસ નોંધાયા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,163 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,163 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 83 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
Embed widget