Gujarat Election : થરાદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન મંડપનો નટ બોલ્ટ ખોલતા યુવકની અટકાયત
થરાદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન મંડપનો નટ બોલ્ટ ખોલતા યુવકનો વિડિયો વાયરલ થવાના મામલે વધુ વિગતો સામે આવી છે. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરી શરૂ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
![Gujarat Election : થરાદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન મંડપનો નટ બોલ્ટ ખોલતા યુવકની અટકાયત Gujarat Election 2022 : Tharad police detain youngster he found in viral video during PM Modi rally in Banaskantha Gujarat Election : થરાદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન મંડપનો નટ બોલ્ટ ખોલતા યુવકની અટકાયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/9dc9e20d529a7471e78452fd99f37e92166736994415673_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Election : થરાદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન મંડપનો નટ બોલ્ટ ખોલતા યુવકનો વિડિયો વાયરલ થવાના મામલે વધુ વિગતો સામે આવી છે. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરી શરૂ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બનાસકાંઠા પોલીસે યુવક કોણ છે તેની ક્યાંથી અટકાયત કરી તે વિશે મૌન ધારણ કર્યું. પોલીસે હાલ કોઈ જ પ્રકારની માહિતી આપવાનો કર્યો ઇનકાર.
Gujarat Election 2022 Date: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આવતી કાલે જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ આવતી કાલે એટલે કે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે.
ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી, ત્યારબાદ વિપક્ષ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.
ગુજરાત ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ કેટલા તૈયાર છે
રાજ્યમાં ચૂંટણી માટે રાજકીય અખાડો સજાવવામાં આવ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતની જનતાને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને તમામ પ્રયાસો કરી રહ્યા છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલુ છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત ભાજપનો સૌથી મજબૂત ગઢ છે. આ સમયે મોરબી બ્રિજ દુર્ઘટના ગુજરાત માટે સૌથી મોટો મુદ્દો છે, જેના કારણે કોંગ્રેસ સતત ભાજપને નિશાન બનાવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટી (AAP) એ પાટીદારોના મત મેળવવા માટે ઘણા મોટા દાવ લગાવ્યા છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાર્ટીના સીએમ ચહેરા વિશે પણ ચર્ચા કરી હતી. આ માટે કેજરીવાલે એક નંબર પણ જારી કર્યો હતો. જો કે, આ પછી કેજરીવાલને નોટ પરની તસવીરવાળા નિવેદન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. AAPએ ચૂંટણીને લઈને 22 ઉમેદવારોની 8મી યાદી પણ બહાર પાડી છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 108 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)