Gujarat Election 2022 : આજે કેજરીવાલ-માન બનાસકાંઠામાં ગજવશે સભા
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી આપના મુખ્યમંત્રીઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બનાસકાંઠા આવશે.
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી આપના મુખ્યમંત્રીઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બનાસકાંઠા આવશે. કાંકરેજના થરામાં આજે બપોરે બંને મુખ્યમંત્રી સભા ગજવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
દિલ્હીના મુખ્યમંત્રી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં કેજરીવાલ 6 જનસભા સંબોધશે. 28મીએ મોડવા હડફ અને કાંકરેજમા જનસભા સંબોધશે. 29મીએ ચિખલી અને ડેડિયાપાડામાં જનસભા સંબોધશે. 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે જનસભા સંબોધશે.
પંજાબના મુખ્યમંત્રી પણ તમામ સભાઓમાં હાજર રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપ યાત્રા શરૂ કરશે. આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી યાત્રાની આગેવાની લેશે. આવતી કાલથી ઈસુદાન ગઠવી યાત્રા શરૂ કરેશે.
Arvind Kejriwal PC: આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ચલણ નબળું પડી રહ્યું છે ત્યારે અર્થવ્યવસ્થામાં પણ ઉથલપાથલ છે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ભૂતકાળમાં, દિવાળી પર, આપણે બધા શ્રી લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરતા હતા.
તેમણે કહ્યું કે સૌથી ગંભીર પરિસ્થિતિઓમાં પણ આપણે ભગવાન પર ભરોસો રાખીએ છીએ. આવી સ્થિતિમાં મારી અપીલ છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે શ્રી લક્ષ્મીજી અને શ્રી ગણેશજીની તસવીર ભારતીય ચલણી નોટો પર લગાવવામાં આવે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે નોટ પર ગાંધીજીની તસવીર જેમ છે તેમ રાખવી જોઈએ, પરંતુ એક તરફ દેવતાઓની તસવીર લગાવવી જોઈએ.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના પર હિંદુત્વ કાર્ડ રમવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો કેજરીવાલે કહ્યું કે આ આરોપો લગાવતા રહે છે પરંતુ સત્યની શક્તિને કોઈ કમજોર કરી શકે નહીં.
Gujarat Election 2022 : 'વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે', ભાજપના કયા ધારાસભ્યે કાઢ્યો બળાપો?
Gujarat Election : ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચર્ચાસ્પદ પોસ્ટ સામે આવી છે. ફેસબુક પર શૈલેષ સોટ્ટાએ પોસ્ટ કરી છે. 'વફાદારી માં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે કલાકારો ફાવી જાય છે'. આજે જિલ્લાના ડભોઇ વિધાનસભાની સેન્સ લેવાય તે પહેલા જ પોસ્ટ કરી હતી.
બીજી તરફ આજે અકોટા,રાવપુરા અને સયાજીગંજ બેઠક ની સેન્સ લેવાઈ રહી છે. રાવપુરા બેઠક પરથી પણ શૈલેષ સોટ્ટા પ્રબળ દાવેદાર હતા. શૈલેષ સોટ્ટાની પોસ્ટ થી ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.