શોધખોળ કરો

Gujarat Election : MLA મહેશ વસાવાને મોટો ઝટકો, ચેતર વસાવા બળવો કરી જોડાયા AAPમાં, હવે 4 પાર્ટી વચ્ચે જંગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે.  નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે.

Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે.  નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.  બીટીપીના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું હતું. 

BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા આપમાં જોડાયા છે, BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ટીકીટ ન મળતા બળવો કર્યો. તમામ ડેડીયાપાડાનાBTPના હોદ્દેદારો રાજીનામુ આપી આપમાં જોડાયા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા સહિત BTPનો ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા BTPના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. આપમાં જોડાતા હવે ડેડીયાપાડા માં 4 પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવાર લડશે ચૂંટણી. અત્યાર સુધી માત્ર ત્રી પાખીઓ જંગ ખેલાતો હતો.

વિધાનસભાની  ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.

કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. 

Kheda : કાર લઈ ઊંઢેલા ગામે જઈ રહેલા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત, જાણો સંપૂર્ણ વિગત

ખેડાઃ ઊંઢેલા ગામમાં બંદોબસ્તમાં આવી  રહેલ પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ  બજાવતા કર્મચારી રાકેશ જસવંતલાલ ગઢવીનું મોત નીપજ્યું છે. મૃતક  પોલીસ કર્મચારી મહેમદાવાદ પાસેના વરસોલા ગામના વતની હતા. પોતાની પ્રાઇવેટ કાર લઇ ઊંઢેલા ગામ તરફ  આવી  રહ્યાં ત્યારે બની ઘટના બની હતી. 

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નવરાત્રિના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલા બાદ સ્થિતિ કાબુમાં છે. નવરાત્રી દરમિયાન તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો હતો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી હતી. પથ્થરમારાની ઘટનામાં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા.

ગઈ કાલે ઊંઢેલ ગામમાં બનેલ ઘટના અંગે ગામના સ્થાનિક લોકોએ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પથ્થરમારાની ઘટના ખૂબ ભયાનક હતી. ગામના લોકોને પણ દાવો છે કે પથ્થર મારાની ઘટનાનું આયોજન વ્યવસ્થિત રીતે અગાઉથી જ કરવામાં આવ્યું હતું. સામે તરફથી પુરુષો અને મહિલાઓ લાકડીઓ લઈને હુમલા માટે તૈયાર હતી. પથ્થર મારાની ઘટના પહેલા હુમલાખોરના જૂથ દ્વારા તેમના ઘરની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી, જેથી કરીને હુમલા અંગે જાણકારી ન થાય એ સ્થાન દાવો છે. 

જ્યારે સરપંચની ચૂંટણી થાય ત્યારે સામા પક્ષે હાર થઈ હતી, જે બાદ તેની અદાવત રાખીને હાલના સરપંચ ઇન્દ્રવદન પટેલને લોહી લુહાણ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેનો બદલો સામે જૂથ દ્વારા નવરાત્રી દરમિયાન ગઈકાલે રાત્રે લેવામાં આવ્યો. ગામના લોકોનું એ પણ કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ માહોલમાં ગરબા કરી રહ્યા હતા. આઠમનો દિવસ હતો એટલે નાના બાળકો દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકો રામ, કૃષ્ણ લક્ષ્મણ વગેરેનો જે વેશ ધારણ કર્યો હતો. જોકે આ ઘટના બનવાથી મહિલાઓને નાના બાળકોમાં ભાઈનો માહોલ પણ ફેલાઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Embed widget