Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, આ પૂર્વ ક્રિકેટરને આપ્યું સ્થાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે
Gujarat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબની મુખ્યમંત્રી ભગવંત માનની સાથે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં પ્રચાર કરશે.
સાથે જ પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજનસિંહ પણ સ્ટાર પ્રચાર તરીકે ગુજરાતમાં આવી પ્રચાર કરશે. સાથે જ ગુજરાત આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા પ્રચાર કરશે.
Gujarat Election 2022: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 13મી યાદી કરી જાહેર, જાણો ગોપાલ ઈટાલિયા ક્યાંથી લડશે ચૂંટણી
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદી જાહેર કરવામાં આવી છે. સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
જાણો ક્યા લાગ્યા બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો
જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયું છે. ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. ભાવિ મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણમાં જરૂર ન હોવાના પોસ્ટર લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા હોવાની શક્યતા છે. શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી અટકળો ચાલી રહી છે. પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર પણ ગણાવવામાં આવ્યા છે.
ભગા બારડ રાજીનામું આપ્યું ભાજપમાં થયા સામેલ
તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપના મેન્ડેટથી તલાલાથી ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે.