શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
9.61 લાખ સરકારી કર્મચારી અને પેન્શનરોને સરકારે શું આપી દિવાળી ભેટ ? જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને માહિતી જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે સરકારની આવક ઘટી છે. કોરોનાના કારણે અનેક કામો અટવાઈ ગયા હતા.
ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓને સરકારે દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની જાહેરાત કરી છે. 6 મહિનામાંથી 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ રાજ્ય સરકાર કર્મચારીને ચૂકવશે. મોંઘવારી ભથ્થાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી પર 464 કરોડનો બોજો પડશે.
આ ઉપરાંત વર્ગ-4ના કર્મચારીઓને સરકાર 3500 રૂપિયાની મર્યાદામાં બોનસ ચૂકવશે. સરકાર મોંઘવારી ભથ્થા અને બોનસની રકમ સીધી જ કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરાવશે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. વર્ગ 4ના 30 હજાર કર્મચારીઓને રૂ. 3500 લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને માહિતી જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે સરકારની આવક ઘટી છે. કોરોનાના કારણે અનેક કામો અટવાઈ ગયા હતા. એટલું જ નહીં રાજ્યના કર્મચારીઓને છેલ્લા 6 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવી શકાયું ન હતું. હવે દિવાળી પહેલા વર્ગ-4ના કર્મચારીઓને રૂપિયા 3500 લેખે મોંઘવારી ભથ્થુ આપી દેવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion