શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે લીધો બહુ મોટો નિર્ણય, લાખો વિદ્યાર્થીઓને થશે ફાયદો
અત્યાર સુધી આચાર્ય વિદ્યાર્થીને 10 કૃપા ગુણ આપી શકતા હતા, પરંતુ શિક્ષણ વિભાગે 2019-20 માટે આ મર્યાદા વધારી છે.
અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓના હિતમાં બહુ મોટો નિર્ણય લીધો છે. ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી વાર્ષિક પરિણામ પહેલી કસોટીના 50 ટકા, બીજી કસોટીના 50 અને આંતરિક મૂલ્યાંકન ગુણના 20 ટકાને આધારે તૈયાર કરાશે. આમ ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્તીઓ માટે કુલ 120 ગુણમાંથી પરિણામ તૈયાર કરાશે. આ ત્રણેય પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણને આધારે વાર્ષિક પરીક્ષાના ગુણ અપાશે.
આમ છતાં કોઈ વિદ્યાર્થી નાપાસ થતો હશે તો તેને કૃપાગુણથી પાસ કરાશે. આ માટે આચાર્યો ગમે તેટલા કૃપા ગુણ આપી શકશે. આ વર્ષ પૂરતી આચાર્યોને વિશેષ સત્તા અપાઈ છે. ઉપરાંત ધોરણ 11 સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હોવાથી તે વિષયનું ખાનું ખાલી રાખવા જણાવાયું છે.
અત્યાર સુધી આચાર્ય વિદ્યાર્થીને 10 કૃપા ગુણ આપી શકતા હતા, પરંતુ શિક્ષણ વિભાગે 2019-20 માટે આ મર્યાદા વધારી છે. જો વિદ્યાર્થીને પાસ થવા માટે જરૂરી 33 ગુણને બદલે 13 ગુણ મળ્યા હોય તો પણ આચાર્ય 20 કૃપા ગુણ આપી વિદ્યાર્થીને પાસ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion