દિવાળી પૂર્વે રાજ્યના આ વિભાગના કર્મચારીઓને મોટી ભેટ, કર્મચારીના પગાર અને ભથ્થામાં વધારો
જેલના કર્મચારીના ભથ્થામાં 3500થી 5000થી સુધીનો વધારો કર્યો છે. આ વધારાથી સરકાર પર 13.22 કરોડનું ભારણ વધશે. રાજ્ય સરકારે સિપાહીને ચાર હજાર, હવલદારને 4500નું ભથ્થામાં વધારો કર્યો છે
ગાંધીનગર: દિવાળી પૂર્વે રાજ્યના જેલના કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપતા પગાર અને ભથ્થામાં વધારો કર્યો છે. જાણીએ ડિટેઇલ્સ
દિવાળીના પર્વના ગણતરીના કલાક જ બાકી છે ત્યારે દિવાળીની ભેટ આપતા રાજ્ય સરકારે જેલના કર્મચારીના પગારમાં વધારો કર્યો છે. જેલના કર્મચારીના ભથ્થામાં 3500થી 5000થી સુધીનો વધારો કર્યો છે. આ વધારાથી જેલના કર્મચારીઓના ભથ્થામાંવધારો કરતા સરકાર પર 13.22 કરોડનું ભારણ વધશે. રાજ્ય સરકારે સિપાહીને ચાર હજાર, હવલદારને 4500નું ભથ્થામાં વધારો કર્યો છે. તો સુબેદારને 5000નું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થુ પણ આપ્યુ છે.
જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ નિર્ણય જેલ ખાતાના કર્મીઓના પરિવારમાં દિવાળી પર્વે સુખાકારીનો પ્રકાશ પ્રસરાવનારો બની રહેશે. pic.twitter.com/sYqKHxrVlo
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 11, 2023
જેલ સિપાહી, હવલદાર, સુબેદારને 500 રૂ. વોશિંગ એલાઉન્સ અપાશે,ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓના જાહેર રજાના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. જેલના ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા પેટે હવે 665 રૂપિયા ચૂકવવામાં આવશે. તો ફિક્સ પગારના જેલ સહાયકોના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. આ વધારો પોલીસના ભથ્થામાં થયેલા વધારાની તારીખથી અમલ થશે.
આ પણ વાંચો
સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીનો ભારે ધસારો, 4થી વધુ લોકો થયા બેભાન, 1ની હાલત ગંભીર
Diwali 2023: દિવાળીમાં લક્ષ્મી ગણેશના પૂજન બાદ ભૂલેચૂકે ન કરો આ કામ, નહિ તો થશે ધનહાનિ