શોધખોળ કરો

GSEB SSC Result 2026: ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે જાણી શકશો પરિણામ?

Gujarat Board SSC 10th Result 2026 :  ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ આવ્યું છે.

Gujarat Board SSC 10th Result 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 1.30% પરિણામ વધારે આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જોઈ શકાય છે. તે સિવાય વ્હોટસએપ નંબર પરથી પણ પરિણામ જોઈ શકાય છે. રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી, જેઓ હવે ઓનલાઈન માધ્યમથી પોતાનું પરિણામ જોઈ શકશે.

કઈ રીતે ચેક કરી શકાશે પરિણામ?

સત્તાવાર વેબસાઈટ: બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક નંબર (Seat Number) એન્ટર કરવાથી માર્કશીટ જોઈ શકાશે.

WhatsApp સુવિધા: જો વેબસાઈટ પર લોડ વધુ હોય તો વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલથી WhatsApp નંબર 6357300971 પર માત્ર પોતાનો બેઠક નંબર મોકલીને પણ તરત જ પરિણામ મેળવી શકશે.

નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે.

જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા  સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા આવ્યું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ મેળવી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74 ટકા સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં પૂરક પરીક્ષા યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.

ગુણચકાસણી અને પૂરક પરીક્ષા અંગેની માહિતી

બોર્ડની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને અસલ ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં ક્યારે મોકલવામાં આવશે તેની જાણકારી હવે પછી આપવામાં આવશે. પરિણામ બાદ જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણમાં કોઈ શંકા હોય અને ગુણચકાસણી (Rechecking) કરાવવી હોય, તો તે માટે પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓના નામમાં કોઈ સુધારો હોય કે જેઓ પૂરક પરીક્ષા 2026 આપવા માંગતા હોય, તે અંગેના ફોર્મ ભરવાની વિગતો અને સૂચનાઓ પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ સમય અને સૂચનાઓની ખાસ નોંધ લેવા ગુજરાત બોર્ડ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget