અમદાવાદઃ અભિનેતા શાહરૂખ ખાન સામે નોંધાયેલ ફરિયાદને ગુજરાત હાઇકોર્ટે રદ કરી, જાણો શું હતો કેસ
અમદાવાદઃ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે શાહરુખ ખાન સામે નોંધાયેલી ફરિયાદને રદ કરી છે.
અમદાવાદઃ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે શાહરુખ ખાન સામે નોંધાયેલી ફરિયાદને રદ કરી છે. વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર થોડીવાર રોકાયા હતા. એ સમયે વડોદરા રેલવે સ્ટેશન પર ભીડ અને ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
શાહરુખ ખાનના બેજવાબદારીભર્યા વર્તનનો આરોપઃ
વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના બાદ શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. રેલવે સ્ટેશન પર વ્યક્તિના મોતનું કારણ શાહરુખ ખાનના બેજવાબદારીભર્યું વર્તન હોવાની રજુઆત સાથે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંદાયા બાદ આ ફરિયાદને રદ કરવાની માંગ સાથે શાહરૂખ ખાને અરજી કરી હતી. હાઇકોર્ટે શાહરુખ ખાનની અરજી મંજુર કરી છે અને તેમની સામે થયેલી ફરિયાદને રદ કરી છે.
શાહરુખ ખાને પોતાના ઘર "મન્નત"ની નેમ પ્લેટ બદલી
Mannat Name Plate Price: બોલીવુડના કિંગ શાહરુખ ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ પઠાન અને ડંકીને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે શાહરુખના ઘર મન્નતમાં થયેલા બદલાવને લઈને પણ હેડલાઈન બની રહી છે. થોડા દિવસ પહેલાં કિંગ ખાનના ઘર મન્નતની બહાર લાગેલી નેમ પ્લેટ બદલવામાં આવી હતી. શાહરુખના ઘરની આ નવી નેમ પ્લેટની ચર્ચા બધે થઈ રહી છે. હવે આ નેમ પ્લેટની કિંમતને લઈને માહિતી સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, શાહરુખ ખાને પોતાના બંગલા બહાર જે નેમ પ્લેટ લગાવી છે તેની કિંમત લાખોમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો કિંગ ખાનના બંગલાની નેમ પ્લેટની કિંમત 20 થી 25 લાખ રુપિયાની વચ્ચે છે. મન્નતની નેમ પ્લેટની ડિઝાઈન ગૌરી ખાનની દેખરેખમાં કરાઈ છે. ગૌરી ખાન પોતે પણ એક ઈંટીરિયર ડિઝાઈનર છે. જેથી નેમ પ્લેટની ડિઝાઈન પણ ગૌરીની મરજી પ્રમાણે બને તે સ્વાભાવિક છે.