શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ટુ વ્હીલરમાં આ એસેસરી નહીં હોય તો નહીં મળે ડ્રાઈવિંગ લાયસંસ, ટેસ્ટમાં પણ આ વસ્તુ ના લઈ ગયા તો થશો નાપાસ
અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા ટૂ-વ્હીલર પર મિરર છે કે, નહીં તેની ચકાસણી થતી ન હતી.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને ટૂ-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હેલ્મેટ અને એક મિરર ફરજિયાત કર્યો છે. નવા નિયમ પ્રમાણે ટુ-વ્હીલરમાં મિરર નહી હોય તો તેનો ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે નહીં.
અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા ટૂ-વ્હીલર પર મિરર છે કે, નહીં તેની ચકાસણી થતી ન હતી. અરજદારો મિરર વગરના ટૂ-વ્હીલર વાહન પર પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હતા. વાહન વ્યવહારના નિયમમાં ટૂ-વ્હીલર પર બે મિરર અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર માટે હેલ્મેટ ફરજિયાત છે. હવે આરટીઓના અધિકારીઓએ આ નિયમનો કડક અમલ શરૂ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વેળા ટૂ-વ્હીલર પર એક મિરર ફરજિયાત હોવો જોઈએ તેવો આદેશ આપ્યો છે.
આ કારણે ઘણા અરજદારોએ કચેરીની અંદર અન્ય વાહનમાંથી મિરર કાઢી પોતાના વાહનમાં ફિટ કરી ટેસ્ટ આપી રહ્યા છે. ઘણાં આરટીઓની બહાર હેલ્મેટની સાથે હવે મિરર પણ ભાડે આપવાનો ધંધો શરૂ થઈ ગયો છે.
આ અંગે લોકોનું કહેવું છે કે, આરટીઓએ આ નિયમના કડક અમલની જાહેરાત પછી બે દિવસનો સમય આપવો જોઈતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement