શોધખોળ કરો

કોણ છે જેમને કહેવામાં આવે છે ગુજરાતના યોગી, ટ્વિટર પર થઈ રહ્યા છે ટ્રેન્ડ

હિંદુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વિટ પર તમામ લોકો યોગી દેવનાથની તસવીરો પોસ્ટ કરી  રહ્યા છે અને તેમને ગુજરાતના યોગી ગણાવી રહ્યા છે.

હિંદુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વિટ પર તમામ લોકો યોગી દેવનાથની તસવીરો પોસ્ટ કરી  રહ્યા છે અને તેમને ગુજરાતના યોગી ગણાવી રહ્યા છે. યોગી દેવનાથની તસ્વીરો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાયરલ થઈ રહી છે. એટલુ જ નહી ખુદ યોગી દેવનાથ પણ પોતાના ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહે છે  તમામ પોસ્ટ અને તસવીરો શેર કરે છે. 

યોગી દેવનાથ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે લોકોએ તેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર પર 'ગુજરાત કા યોગી' ટ્રેન્ડ થવા લાગ્યું. આ પછી, યોગી દેવનાથના ટ્વિટર હેન્ડલ પરથી ખબર પડી કે તેઓ ખૂબ જ સક્રિય રહે છે.

અહેવાલો અનુસાર, યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે.  યોગી દેવનાથના નામથી  એક વેબસાઈટ પણ છે જેમાં લખ્યું છે કે તેઓ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી હોવાની સાથે  કચ્છ સંત સમાજના પ્રમુખ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે. તેઓ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે. તેઓ એકલધામ આશ્રમના મહંત પણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાથ સંપ્રદાય સાથે સંબંધ રાખનારા  યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગુરુભાઈ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં યોગી દેવનાથનો સારો એવો પ્રભાવ છે. એટલું જ નહીં, યોગી દેવનાથને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લાની રાપર વિધાનસભા બેઠક પરથી  ઉતારવાની અટકળો પણ ચાલી રહી છે.

આ  પહેલા તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમની એક ટ્વીટ વાયરલ થઈ હતી જેમાં તેમણે લખ્યું હતું કે, '851000 ફોલોઅર્સ  થવા પર  દરેકનો હૃદયપૂર્વક આભાર. આ ફોલોવર્સ નહી, તેઓ મારા પરિવારનો ભાગ છે. આપ લોકોને આવી રીતે જ  એક બહેનને  પ્રેમ મળતો રહે. આ ટ્વીટમાં તેમણે બહેન લખ્યું તો લોકો તેમના પર આરોપ લગાવવા લાગ્યા કે તેઓ ફોલોઅર્સ વધારવા માટે બહેન લખી રહ્યા છે. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

હાલમાં, તેઓ ફરી એકવાર ચર્ચામાં છે અને હેશટેગ 'ગુજરાત કા યોગી' ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેમણે પોતે આ ટ્રેન્ડનો સ્ક્રીનશોટ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, 'હિંદુ સમાજની સુરક્ષા, સમૃદ્ધિ અને રાષ્ટ્ર નિર્માણ માટે હંમેશા કામ ચાલુ રહેશે, તમામ રાષ્ટ્રવાદીઓનો સાથ  બન્યો રહે,  બધાના પ્રેમ માટે હૃદયથી આભાર.' આ સાથે તેમણે 'ગુજરાતના યોગી' હેશટેગનો પણ ઉપયોગ કર્યો.

આ સિવાય તમામ યુઝર્સે તેમના વિશે પોસ્ટ કરી  છે. રાયબરેલીના બીજેપી નેતા અને MLC દિનેશ પ્રતાપ સિંહે યોગી આદિત્યનાથ સાથે યોગી દેવનાથની તસવીર પોસ્ટ કરતા લખ્યું, 'યોગી દેવનાથે 12 વર્ષની ઉંમરે સન્યાસ સ્વીકાર્યો અને નાથ અખાડાના સભ્ય બન્યા. યોગી દેવનાથ અને જો આદિત્યનાથ અવારનવાર તેમના અખાડાના મંચ પર એકબીજાને મળે છે અને સારા સંબંધ ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget