![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Mask Rule : ગુજરાતના આ જિલ્લામાં હવે માસ્ક નહીં પહેર્યો હોય તો દંડ નહીં થાય, જાણો વિગત
માસ્ક ના પહેનારા લોકોને હવે કચ્છ પોલીસ દંડ નહિ કરે. માસ્ક નહિ પહેરો તો કચ્છ પોલીસ હવે દંડરૂપી વેકસીનનું ઇન્જેક્શન મારશે. રેન્જ આઇજીએ કાર્યવાહી માટે સૂચના આપતા કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
![Gujarat Mask Rule : ગુજરાતના આ જિલ્લામાં હવે માસ્ક નહીં પહેર્યો હોય તો દંડ નહીં થાય, જાણો વિગત Gujarat Mask Rule : Kutch police not taken mask penalty give vaccine to persons Gujarat Mask Rule : ગુજરાતના આ જિલ્લામાં હવે માસ્ક નહીં પહેર્યો હોય તો દંડ નહીં થાય, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/28/20e333717baba8cc45aad2e678b00e8b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કચ્છઃ સતત વધી રહેલા કોરોના વાયરસ કેસને ડામવા કચ્છ પોલીસની નવી પહેલ શરૂ થઈ છે. માસ્ક ના પહેનારા લોકોને હવે કચ્છ પોલીસ દંડ નહિ કરે. માસ્ક નહિ પહેરો તો કચ્છ પોલીસ હવે દંડરૂપી વેકસીનનું ઇન્જેક્શન મારશે. રેન્જ આઇજીએ કાર્યવાહી માટે સૂચના આપતા કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે. બીજી તરફ 65 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,363 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,02,136 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશનમાં 22, વડોદરા કોર્પોરેશનમાં 16, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2, બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1086 કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે, જ્યારે 1072 નાગરિકો સ્ટેબલ છે. 8,18,363 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10114 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)