શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદથી કઈ જગ્યાએ ઉડ્યા પતરા ? ક્યાં થયા વૃક્ષો ધરાશાયી, જાણો વિગત

Gujarat Monsoon 2022: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.  જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.  ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ  વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે.  જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે.  સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો.  જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે.  11  ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક. 

બનાસકાંઠાના દાંતામાં ભારે પવન અને વરસાદથી છતના પતરા ઉડ્યા હતા. ઉપરાંત વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેના કારણે માર્ગ બંધ થયો છે.

રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ઉપરાંત અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે. ભવનાથ, કૈલાસ બાગ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોંડલની તિરુમાલા સોસાયટીમાં મંડપ ધરાશાયી થયો છે.

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદથી કઈ જગ્યાએ ઉડ્યા પતરા ? ક્યાં થયા વૃક્ષો ધરાશાયી, જાણો વિગત

પાલનપુરમાં અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દાંતા વડગામ પાલનપુરમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે.

પોરબદરના બરડા પંથક માં મેઘરાજાનું આગમન થયું છે. ખાભોદર,કુણવદર સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે વાડી ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતો ખુશ થઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને  ખેતીને લાભ થયો અને  ડેમોમાં નવા નીર આવ્યાં છે. મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડતા  મુખ્યમાર્ગો પર જળબંબાકાર થયો હતો. જામનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. કાલાવડ પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડયા. સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની  આગાહી હતી. 

ઉપલેટામાં વીજળી પડતા બે બળદના મોત

ત્રણ દિવસ પહેલા ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો અને સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. વીજળી પડવાની એક ઘટનામાં બે બળદોનાં મોત થયાં હતા. ભારે વરસાદ સાથે થતી વીજળીમાં ઉપલેટાના તણસવા ગામે વીજળી પડવાની ઘટનામાં બે બળદોના ઘટનાસ્થળે મોત થયા હતા. વીજળી પડવાની ઘટનામાં બે બળદના મોત થતા ખેડૂત પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી હતી. વીજળી પડવાની ઘટના સામે આવતા આસપાસના પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

આ પણ વાંચોઃ

Agriculture Machinery: ફાર્મ મશીનરી બેંક ખોલવા ખેડૂતોને મળશે 80 ટકા સબસિડી, અહીં કરો અરજી

Red Chili Farming: ઓછા ખર્ચમાં ખેડૂતોને માલામાલ કરી દેશે લાલ મરચાની આ 5 જાત, જાણો તેના ફાયદા

Aadhaar Seva Kendra: આધાર કાર્ડમાં માહિતી કરાવવી છે અપડેટ તો આ રીતે આધાર સેવા કેન્દ્રની લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખGujarat Weather News: ગુજરાતનું  શિમલા બન્યું નલિયા, જાણો કેટલું નોંધાયું તાપમાન?Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
ફક્ત એક ક્લિક અને સમસ્યાનો અંત, પોલિસી હોલ્ડર્સ માટે મદદરૂપ છે 'બીમા ભરોસા પોર્ટલ'
ફક્ત એક ક્લિક અને સમસ્યાનો અંત, પોલિસી હોલ્ડર્સ માટે મદદરૂપ છે 'બીમા ભરોસા પોર્ટલ'
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ
Embed widget