Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં થઈ મેઘમહેર ? ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon Update: આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 138 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 18 તાલુકામાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ અને પંચમહાલના જાંબુઘોડામાં બે ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં રવિવારે સાંજે ગાજવીજ સાથે વરસાદનું આગમન
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતો. છેલ્લા 3-4 દિવસથી વધેલી ગરમીના ઉકળાટ બાદ રવિવારે સાંજે વરસાદ આવ્યો હતો. સમગ્ર અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો હતો. તો બીજી તરફ વૃક્ષો ધરાશાઈ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી.
ભારે પવનમાં ઘણા વૃક્ષો ધરાશાઈ થયાં હતાં. વેજલપુર વિસ્તારમાં રેડિયો મીરચી રોડ સામે આવેલું એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ દુકાનના શેડ ઉપર નુકશાન શેડમાં પણ નુકસાન થયું હતું. વૃક્ષ નીચે વાહનો પણ દબાયા હતા અને સ્થાનિકોએ વાહન કાઢવાના પ્રયાસ કર્યા હતા. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચોઃ