(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Monsoon: ભારેથી અતિભારે વરસાદ માટે રહો તૈયાર, અમદાવાદમાં પણ આ બે દિવસ થશે મેઘમેહરઃ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: અમદાવાદમાં 19-20 ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 63% વરસાદ વરસી ચૂક્યો છે.
Gujarat Monsoon: રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી સાત વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર- ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19, 20 અને 21 તારીખે ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં 19-20 ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 63% વરસાદ વરસી ચૂક્યો છે.
પંચમહાલના જાંબુઘોડામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ
પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં મેઘમહેર થઈ છે. જાંબુઘોડા તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સુખી નદીમાં નવા નીર આવતાં બંને કાંઠે વહેતી થઈ છે. નદી પરના કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. જીલ્લાના અનેક વિસ્તારમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.
⚠️Orange Alerts ⚠️ Rainfall activity to increase in Gujarat state from 18th July
with Heavy to Very heavy with Extremely heavy rainfall on 19th & 20th July.
Stay safe!#WeatherAlert #HeavyRainfallAlert #Monsoon2023 @moesgoi @DDNewslive @airnewsalerts@ndmaindia pic.twitter.com/m6mEJEI0SY — India Meteorological Department (@Indiametdept) July 17, 2023
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જુલાઈથી 19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય આહવા, ડાંગ, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.