શોધખોળ કરો

Gujarat Monsoon: રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોની વધી ચિંતા

Gujarat Monsoon: હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જને લઈ ગરબા આયોજકોની ચિંતા વધી છે.

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું, ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ઉપરાંત સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા છે.  અમદાવાદમાં સતત બીજા નોરતે વરસાદની પધરામણી થઈ છે. શહેરના મણિનગર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, તો અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા છે. 

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. બાબરા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Gujarat Monsoon: રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોની વધી ચિંતા

ભરૂચ શહેરના શક્તિનાથ થી કલેકટર ઓફિસ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા  નોરતે વરસાદે દસ્તક આપતા ગરબા રસિયાઓ ચિંતામાં મુકાયા છે. ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. જેને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણ મુકાયા છે.

પોરબંદરના બરડા પંથકમાં વરસાદ છે. બપોરના સમયે વાતાવરણ માં પલટો આવ્યો છે. અડવાણા અને આસપાસ ના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે.

બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી વાતાવરણ  છે. બીજા નોરતે બપોરે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ છે. કાંકરેજમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. કાંકરેજના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જાપટું પડ્યું છે. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 230 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.18 ટકા થયો છે. 4255 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 42 હજાર 358 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 4 હજાર 553 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 562 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 82 લાખ 43 હજાર 967 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14 લાખ 8 હજાર 253 ડોઝ અપાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget