Rain: એક જ રાતમાં ડાંગ પાણીમાં ગરકાવ, 10 ઇંચ વરસાદ ખાબકતાં પૂર્ણ અને અંબિકા નદીઓ થઇ બે કાંઠે
Gujarat Monsoon Update: રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

Gujarat Monsoon Update: રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઇ ચૂક્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે હવે મેઘરાજાએ ગુજરાતમાં પધરામણી કરી છે, બે-ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે, અને જેમાં સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
તાજા અપડેટ પ્રમાણે, ડાંગમાં એક જ રાત્રમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓ જેવી સ્થિતિ રૉડ પર સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત કપરાડામાં 9 ઇંચ અને વઘઇ-સુબીરમાં 7-7 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. સામે આવેલી તસવીરોમો જોઇ શકાય છે કે, ડાંગમાં 10 ઇંચ વરસાદે તબાહી મચાવી દીધી છે. ગઇરાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ડાંગની અંબિકા નદી, પૂર્ણા નદી અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે. વરસાદના કારણે ડાંગમાં આવેલો વિશ્વ પ્રસિદ્ધ ગીરા ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગીરા ધોધે પ્રથમ વરસાદમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.
રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ડાંગમાં 10 ઇંચ અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇમાં 7.7 ઇંચ, સુબીરમાં 7.1 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ, નવસારીના વાંસદામાં 6.3 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, તાપીના ધોલવાણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કપરાડામાં સાડા નવ ઈંચ, વઘઈમાં 7.7 ઈંચ, સુબીરમાં 7.1 ઈંચ, ધરમપુરમાં 6.6 ઈંચ, વાંસદામાં 6.6 ઈંચ, ધરમપુરમાં 6.6 ઈંચ ,ખેરગામમાં 4.8 ઈંચ, ડોલવણમાં 4.1 ઈંચ, માણસામાં 3.9 ઈંચ, સુત્રાપાડામાં 3.8 ઈંચ, પાટણ વેરાવળમાં 3.7 ઈંચ, દહેગામમાં 3.6 ઈંચ, પારડીમાં 3.5 ઈંચ, ગોધરામાં 3.4 ઈંચ, વાપીમાં 3.3 ઈંચ , ગાંધીનગરમાં 3 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ, કપડવંજમાં 2.8 ઈંચ, સાગબારામાં 2.8 ઈંચ, કોડીનારમાં 2.7 ઈંચ, તારાપુરમાં 2.5 ઈંચ, અમદાવાદ શહેરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.





















