Gujarat Monsoon: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ક્યાં આપ્યું યલો અને ઓરેન્જ એલર્ટ ? જાણો
Gujarat Rains: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદમાં પણ આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
અમદાવાદમાં વરસાદનું આગમન
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે પર સોલા, ગોતા, હાઈકોર્ટ, સાયંસ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો હતો. શહેરમાં વરસાદને પગલે વિઝિબ્લિટી ઓછી થવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કારચાલકોને પોતાના કારની લાઈટ ચાલુ રાખીને કાર ચલાવવી પડી હતી.
આજે રાજ્યમાં ક્યાં છે વરસાદની આગાહી
આજે હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. જેના કારણે અનેક જગ્યાએ મધ્યમ અને ભારે વરસાદ થયો હતો. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી તબાહી મચી છે. હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદથી પુર જેવી સ્થિતિ છેય હિમાચલની મેડિકલ કોલેજના કેમ્પસમાં પાણી ભરાયા છે, મંડીમાં હનોગી મંદિર પાસે પાણીનો પ્રવાહ વધ્યો છે. ભારે વરસાદથી હિમાચલના 124થી વધુ રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે. અનેક જગ્યાએ ભુસ્ખલન થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, ભુસ્ખલનથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ છે.
Join Our Official Telegram Channel: