શોધખોળ કરો

ગુજરાતમાં LRD ભરતીમાં 11 હજાર જગા માટે કેટલા લાખ અરજી આવી એ જાણી ચોંકી જશો, જાણો ક્યારે છે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ?

નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 11,13, 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે.

અમદાવાદઃ રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે. નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 11,13, 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે.

આ પૈકી 8,68,422 ફોર્મ કન્ફર્મ થયાં છે. હસમુખ પટેલે આપેલી માહિતી પ્રમાણે કન્ફ્રર્મ થયેલાં ફોર્મમાં 6,35,008 પુરુષ ઉમેદવારો અને 2,33, 414 મહિલા ઉમેદવારનાં ફોર્મ છે. ફોર્મ ભરવા માટે મંગળવાર ને લાભ પાંચમે છેલ્લો દિવસ છે એવી માહિતી પણ હસમુખ પટેલે આપી છે. રાજ્યમાં ચાર વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે એવી જાહેરાત અગાઉ કરાઈ હતી.

રાજ્ય સરકારે કરેલ જાહેરાત પ્રમાણે રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળમાં જે 10,988 જગ્યાની ભરતી થશે તેમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગા છે જ્યારે  હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગા છે. આ ઉપરાંત એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. આ પૈકી  એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને મહિલાઓ માટે 1983 જગ્યા અનામત રખાઇ છે.

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને લોક રક્ષક દળ (LRD)માં તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય પ્રમાણે લોક રક્ષક દળ (LRD)માં આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખવામાં આવી છે. આ લોક રક્ષક દળ (LRD)માં ભરતીમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Embed widget