Gujarat Politics: AAPના વિસાવદરના ધારાસભ્યએ ભાજપમાં સામેલ થશે ? જાણો ઈસુદાન ગઢવીએ શું કર્યું ટ્વિટ ?
ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.
Gujarat Politics: ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. . વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થશે તેવા સમાચાર આવતાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ટ્વિટ કર્યું છે.
ઈસુદાન ગઢવીએ કરેલું ટ્વિટ
એક આપ કાર્યકર 💗💗
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 11, 2022
અમે રાખમાંથીયે બેઠા થવાના, જલાવો તમે તોયે જીવી જવાના. ભલે જળ ન સીંચો તમે તે છતાંયે, અમે ભીંત ફાડીને ઊગી જવાના. ધખો તમતમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના. ચલો હાથ સોંપો, ડરો ન લગીરે, તરી પણ જવાના ને તારી પણ જવાના
ભૂપત ભાયાણીએ શું કહ્યું
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું, હું મારા ગામથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. મેં કંઈ વિચાર્યું નથી કંઈ નિર્ણય નથી લીધો. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થાય તેનું હું વિચારીશ. મારા સમર્થકો, કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે મળીને નિર્ણય લેવાનો છું. મેં લોકડાઉનનો ભંગ કર્યો હતો એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતો. હું બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર રહ્યો છું, ભાજપએ મને કોઈ ઓફર કરી નથી, મારી જનતાને મળીને હું નિર્ણય લઈશ. મારા મનમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાટીલ પ્રત્યે લાગણી છે.
જાણો કોણ છે ભૂપત ભાયાણી
આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આપને ગુજરાતની જનતાએ નકારી હોવાનું માની ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. અગાઉ ભાજપમાં જ તેઓ હોવાથી નરેન્દ્રભાઇથી પ્રભાવિત છે. ભૂપત ભાયાણી ગાંધીનગર સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરશે.
ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીત્યા છે. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી અગાઉ જ આમ આદમી પાર્ટીમા સાફસફાઈ શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી સાથે નાતો તોડીને વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી.. જો કે હવે રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપશે.
આ પણ વાંચોઃ