ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ 15 હોદ્દેદારોના સસ્પેન્શન કર્યાં રદ્દ, હવે સોંપાશે નવી જવાબદારી
ઈકબાલભાઈ મકલાઈ,રાવણભાઈ લાખાભાઈ પરમાર, વિજયભાઈ બારૈયા સહિત 12 કોંગ્રેસ હોદેદારોના સસ્પેન્સન કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા દ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંઘીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ 15 હોદ્દેદારોના સસ્પેન્શન રદ્દ કર્યાં છે, હવે આ તમામ હોદેદારનો ફરી જવાબદારી સોંપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને નુકસાન પહોંચાડવા બદલ કોગ્રેસે 15 હોદેદારોને સસ્પેન્ડ કર્યાં હતા. જો કે પાર્ટીએ હવે આ તમામ 15 સભ્યોના સસ્પેશન રદ્દ કર્યાં છે અને તેમને ફરી જવાબદારી સોંપાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સસ્પેન્શન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ 15 હોદેદારોના સસ્પેન્શન રદ કરાયા
- ઈકબાલભાઈ મકલાઈ - ગીર સોમનાથ
- ખુમાણભાઈ જીવાભાઈ સિંધવ – જૂનાગઢ
- રણજીતસિંહ ખુમાણસિંહ પરમાર – જૂનાગઢ
- રાજુભાઈ બાબુભાઈ સોલંકી – જૂનાગઢ
- રાવણભાઈ લાખાભાઈ પરમાર - જૂનાગઢ
- વાલભાઈ ખેર – જૂનાગઢ
- વિજયભાઈ બારૈયા – ભાવનગર
- રાજભાઈ મહેતા – ભાવનગર
- અજમલજી નાથુજી રાનેરા – બનાસકાંઠા
- નરેન્દ્રસિંહ પટેલ – પંચમહાલ
- ગુલાબસિંહ બારીયા – પંચમહાલ
- સ્નેહરશ્મિ ચૌહાણ – પંચમહાલ
- બળવંતસિંહ રાવ – બનાસકાંઠા
- મફાભાઈ રબારી – બનાસકાંઠા
- કૈલાસદાન ગઢવી – બનાસકાંઠા
આ પણ વાંચો
શેરબજારમાં તેજી વાળા ઉંઘતા ઝડપાયા, છ દિવસમાં રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા