Gujarat Rain Live Updates: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Gujarat Rain Live Updates: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

Background
Gujarat Rain Live Updates: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં 16 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવામાં 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 10 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સાડા નવ ઈંચ વરસાદ
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બેઠક કરી છે. તમામ જિલ્લાના કલેક્ટર્સ સાથે મુખ્યમંત્રીએ વાત કરી હતી.
મૂશળધાર વરસાદથી આણંદ જળબંબાકાર
મૂશળધાર વરસાદથી આણંદ જળબંબાકાર થયું છે. ધોધમાર વરસાદથી આણંદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આણંદની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. લોટીયા ભાગોર નજીક આવેલું લોટેશ્વર તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આણંદના નાપા ગામ પાસે દાંડી માર્ગ ધોવાયો હતો. સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આણંદમાં આજે આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આણંદના બોરસદમાં આજે 10 ઈંચ, ખંભાતમાં આઠ ઈંચ, તારાપુરમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો.





















