Gujarat Rain Live Updates: ભારે વરસાદથી ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી
LIVE

Background
પાટણમાં ભારે વરસાદથી જળબંબાકાર
પાટણમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે પાટણમાં પણ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોલેજ પાસે આવેલ અંડર પાસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પરેશાન થયા હતા. તે સિવાય શહેરના આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા
આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે 9 જુલાઇ સુઘી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જો કે કેટલાક દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદનો પણ અનુમાન છે. રાજ્યમાં ચોમાસાનું બીજા રાઉન્ટ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 9 જુલાઇ સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ પડશે. જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે આપેલી તાજેતરની માહિતી મુજબ આગામી ત્રણ દિવસ જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, દીવ, અમરેલી,પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3થી4 દિવસ હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતાને લઇને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ
મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં મહેસાણામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ પર રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય શહેરના ગોપીનાળામાં પણ પાણી ભરાઇ ગયા હતા
ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો
ભારે વરસાદથી ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. ગીરા ધોધ વઘઇથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે સાપુતારા રોડ પર આવેલો છે. ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષનું કેન્દ્ર બન્યો છે.
બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ
બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ પંથકમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. તે સિવાય બનાસકાંઠાના લાખણીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી લાખણીના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા. ખેતરો બેટમાં ફેરવાયા હતા. બાજરી, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
