શોધખોળ કરો

Gujarat Rain Live Updates: અમદાવાદમાં ધોધમાર વરસાદ, વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ

Gujarat Rain Live Updates:ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

LIVE

Key Events
Gujarat Rain Live Updates Rainfall in 198 talukas of Gujarat in 24 hours Gujarat Rain Live Updates: અમદાવાદમાં ધોધમાર વરસાદ, વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો
Source : ફોટોઃ abp asmita

Background

Gujarat Rain Live Updates: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે.

તે સિવાય કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર,  દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

આગામી ત્રણ કલાક માટે રાજ્યભરમાં વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહિસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, ગાંધીનગર, ખેડામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય કચ્છ, દમણ, દાદરાનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,નવસારી, તાપી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

અમદાવાદ વટવાની અનેક સોસાયટીની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. 24 કલાક બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે. સ્કૂલે જતા બાળકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા. પાણીના નિકાલની કોઈ  વ્યવસ્થા નથી. ગઈકાલે વટવામા અનરાધાર વરસાદ થયો હતો. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 58. 22 ટકા વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 64.11 ટકા અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 61 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 62 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 55 ટકા વરસાદ ખાબક્યો હતો.

13:30 PM (IST)  •  28 Jul 2025

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

13:30 PM (IST)  •  28 Jul 2025

21 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ 

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
Embed widget