શોધખોળ કરો

રવિવારે ઉ.ગુજરાતના આ શહેરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જિલ્લામાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો

Weather Update: હાલ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં રવિવારે સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં 6 ઈંચ, હારીજમાં 6 ઈંચ, પાટણ શહેરમાં સાડા પાંચ ઈંચ, સિદ્ધપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો

હાલ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં રવિવારે સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં 6 ઈંચ, હારીજમાં 6 ઈંચ, પાટણ શહેરમાં સાડા પાંચ ઈંચ, સિદ્ધપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા અને શંખેશ્વરમાં ચાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. પાટણમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ચિત્રકુટ સોસાયટીમાં લોકોના ઘરમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતાં તો શહેરના કોલેજ રોડ પર આવેલો અંડરબ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદના પગલે આનંદ સરોવર ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીમાં મુશ્કેલી સર્જાઈ હતી. ગુગળી સર્કલ પાસે કેડસમા પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી પડી રહી હતી. રવિવારે ઉ.ગુજરાતના આ શહેરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જિલ્લામાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો પાટણ શહેરમાં ભારે વરસાદના પગલે હિંગળાચાચર બજાર પાસે આવેલી ચિત્રા ખડકીમાં એક ત્રણ માળનું મકાન ધરાશયી થયું હતું. મકાન બંધ હાલતમાં હોય જાનહાનિ થતાં ટળી હતી. જિલ્લાના સરસ્વતી તાલુકામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો. ડીસા હાઈવે પર આવેલા ગોગા મહારાજના મંદિર પાસે ઢીંચણસમા પાણી ભરાયા હતાં. સાંબેલાધાર વરસાદના કારણે સરસ્વતી તાલુકાના મોટા નાયતાનું તળાવ ઓવરફ્લો થયું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો રાધનપુર તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રેફરલ હોસ્પિટલ પરિસરમાં તો પાણી ભરાયા હતાં પણ સાથે દર્દીઓના બેડ સુધી પણ વરસાદી પાણી પહોંચતા દર્દી અને હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલી વધી ગઈ હતી. રવિવારે ઉ.ગુજરાતના આ શહેરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જિલ્લામાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો મોઢેરા નજીક પુષ્પાવતી નદીમાં ઘોડાપૂર આવતાં ચાણસ્મા-પાટણને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. શંખેશ્વરમાં ગતરાત્રિથી શરૂ થયેલો ધોધમાર વરસાદ આજે પણ યથાવત રહ્યો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget