ગુજરાતના રેશનકાર્ડ ધારકો માટે માઠા સમાચાર: 1 નવેમ્બરથી 75000 કાર્ડધારકોને રાશન નહીં મળે, જાણો શું છે કારણ
ration shop protest: ગુજરાત રેશનિંગ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

Gujarat ration strike: ગુજરાત રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને, ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આગામી 1 નવેમ્બર થી અચોક્કસ મુદતની હડતાળ (fair price shop strike) પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાશે. જેના પરિણામે, રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થશે. દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં ખરાબ ઘઉં નું વિતરણ અટકાવવું, યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો વગેરેનો સમાવેશ થાય છે.
લાખો જરૂરિયાતમંદોને અસર: હડતાળનું કારણ શું છે?
ગુજરાત રેશનિંગ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો (ration shop demands) કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને પગલે, દુકાનદારોએ આ આકરૂં પગલું ભરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના આગેવાનો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી (DSO) ને આવેદનપત્ર આપીને હડતાળની ચીમકી આપવામાં આવી છે.
જો આ હડતાળ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો રાજ્યભરના 75 લાખ જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો (ration card holders) અનાજ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓથી વંચિત રહેશે અને તેમની હાલત કફોડી બની શકે છે.
સસ્તા અનાજના દુકાનદારોની મુખ્ય માંગણીઓ
ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોની મુખ્ય પડતર માંગણીઓ, જેના કારણે તેઓ હડતાળ પર ઉતરી રહ્યા છે, તે નીચે મુજબ છે:
- બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવો: દુકાનદારો બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત વર્તમાન પરિપત્રને રદ કરવાની માગ કરી રહ્યા છે, જે ગ્રાહકોને અનાજ વિતરણની પ્રક્રિયાને જટિલ બનાવે છે.
- કમિશનની સમયસર ચુકવણી: તેમને મળતા કમિશનની સમયસર અને યોગ્ય ચુકવણી થાય તે તેમની મુખ્ય અને લાંબા સમયથી પડતર માંગણી છે.
- ખરાબ ગુણવત્તાવાળા અનાજનો મુદ્દો: રાજ્ય સરકાર દ્વારા ઘણીવાર ખરાબ ગુણવત્તાવાળા ઘઉં અને અન્ય અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનોને પૂરો પાડવામાં આવે છે, જે વિતરિત કરવામાં દુકાનદારોને મુશ્કેલી પડે છે.
આ 17,000 દુકાનદારોની સ્પષ્ટ ચેતવણી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.





















