શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 778 નવા કેસ, 17નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 37636
છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37636 થઈ ગઈ છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37636 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1979 પર પહોંચ્યો છે. આજે 421 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં 172, વડોદરા કોર્પોરેશનમાં 49, સુરત-45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15,ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહિસાગર 7, અમરેલી 6, દાહોદ 6,જૂનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, નર્મદા 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન - 4, સુરત કોર્પોરેશન - 3, અમદાવાદમાં 1, દેવભૂમિ દ્વારકા - 1, બનાસકાંઠા - 1, જામનગર કોર્પોરેશન 2, મોરબી 1, પાટણ 1, ખેડા 1, રાજકોટ 1 અને ગાંધીનગરમાં 1 મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26744 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8913 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 8852 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
બિઝનેસ
બિઝનેસ
Advertisement