શોધખોળ કરો

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં સરેરાશ મતદાન 59.51 ટકા રહ્યું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ સીટ પર 72.24 ટકા રહ્યું છે જ્યારે સૌથી ઓછું અમરેલી સીટ પર 49.44 ટકા રહ્યું છે.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. આ ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી 1 સીટ સુરત બિન હરીફ જાહેર થયા બાદ 25 સીટ પર મતદાન થયું છે. આ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં સરેરાશ મતદાન 59.51 ટકા રહ્યું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ સીટ પર 72.24 ટકા રહ્યું છે જ્યારે સૌથી ઓછું અમરેલી સીટ પર 49.44 ટકા રહ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ફાઈનલ આંકડા

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

Lok Sabha Election 2024: રાજ્યમાં સરેરાશ 59.51 ટકા મતદાન થયું, ચૂંટણી પંચે ફાઈનલ આંકડા જાહેર કર્યાં

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે  0.23 % BU,   114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ મળ્યા હતા. જેમાં EVM અંગેના 3 એલર્ટ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ હતા. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે.

મતદાનના દિવસે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તારીખ  6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે. 

પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.

પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો. 

રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન

RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ

Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર

Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો

Embed widget