(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Second Phase Voting: વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. વિરમગામ વિધાનસભામાં ચંદન નગર ગામે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલના ગામમાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ ગામનો છોકરો,કામનો છોકરો સૂત્ર આપ્યું હતું.
Ahmedabad | BJP candidate from Viramgam, Hardik Patel cast his vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 264 in Chandranagar Primary School pic.twitter.com/iZPQsk6Rfq
— ANI (@ANI) December 5, 2022
હાર્દિક પટેલે પોતાના ગામ ચંદ્રનગરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. હાર્દિક પટેલે મતદાન બાદ કહ્યુ હતું કે આ વિસ્તારમાં ભાજપ જીતશે. વિરમગામ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. હાર્દિક પટેલે કહ્યું હું ચોક્કસ જીતીશ. હવે કોઈ આંદોલન રહ્યા જ નથી. હું મારા ગામમાં અત્યારે મતદાન કરવા માટે આવ્યો છું. વિરમગામ જિલ્લો બને તે માટેના મારા પ્રયાસો રહેશે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કર્યું હતું. શીલજની અનુપમ સ્કૂલમાં આનંદીબેન પટેલે મતદાન કર્યું હતું. મતદારો જ દેશનો વિકાસ કરતા હોય છે. મતદાન કરવો આપણો અધિકાર છે.
14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)