Gujarat Swine Flue : પાલનપુરમાં સ્વાઇન ફ્લુથી વધુ એક દર્દીનું મોત, 4 દર્દી ઓક્સિઝન પર
પાલનપુર સિવિલમા સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. જિલ્લામા સ્વાઇન ફ્લૂથી 2 મોત થયા છે. જ્યારે 4 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ બનાવાયો છે.
બનાસકાંઠાઃ પાલનપુર સિવિલમા સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. જિલ્લામા સ્વાઇન ફ્લૂથી 2 મોત થયા છે. જ્યારે 4 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ બનાવાયો છે. 4 દર્દી ઓકસીજન પર છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર ચિંતાજનક સ્થિતિમાં છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓગષ્ટ માસમાં 99 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનામાં 30 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. વર્ષ 2022માં સ્વાઇનફ્લૂના કુલ 122 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં 10 વર્ષીય અને 10 મહિનાનું બાળક સારવાર હેઠળ છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓ દાખલ છે. એલજી અને શારદાબેન હોસ્પિટલમાં કુલ 15 દર્દીઓ દાખલ છે. હાલ સુધી એક પણ મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે નહિ.
ચોમાસામા વધેલા રોગચાળાને લઈ આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક મળી હતી. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ હાજર રહ્યા હતા. મંકીપોક્સ અંગે તૈયારીઓની સમીક્ષા, સ્વાઇન ફ્લૂના કેસો સહિત અન્ય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
વડોદરામાં પાલિકાના આરોગ્ય વિભાગનું ચેકીંગ. 8 દિવસમાં 4.46 લાખ ઘરનો સર્વે કરાયો હતો. જેમાં તાવના 6254, ઝાડાના 695, ડેન્ગ્યુ 22, ચિકનગુનિયા 26, કોલેરા 6, સ્વાઇન ફલૂ 39 દર્દીઓ મળ્યા. સૌરાષ્ટ્રમાં કોરોના ફફડાટ વધ્યો છે. રાજકોટમાં બે દિવસ પહેલા કોરોના ગ્રસ્ત દર્દીના મોત બાદ વધુ એક દર્દીનું મોત થયું હતું. વેરાવળમાં દાખલ થયેલા કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું હતું. બે દિવસમાં બે મોત , સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી એક મોત થયા છે. જ્યારે ત્રણ દર્દી વેન્ટિલેટર ઉપર છે.