શોધખોળ કરો

ગુજરાતના રોડ-રેલ-એર કનેક્શન થયા 'સુપરફાસ્ટ': ૬ શહેરોમાં ₹૧૧ હજાર કરોડના પ્રોજેક્ટ પૂરા, જુઓ શું શું બન્યું!

છેલ્લા ૩ વર્ષમાં ૨૨૫ ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર; ૬ સ્માર્ટ સિટીઝમાં ₹૧૧ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પૂર્ણ; વિશાળ રોડ રેલવે નેટવર્ક અને આધુનિક એરપોર્ટ્સથી ઉત્તમ કનેક્ટિવિટી.

Gujarat urban development 2025: ગુજરાત રાજ્યે છેલ્લા બે દાયકામાં શહેરીકરણના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તત્કાલીન મુખ્યમંત્રીકાળથી શરૂ થયેલી આ વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હરણફાળ ભરી રહી છે, જેના પરિણામે નાગરિકો 'ઇઝ ઓફ લિવિંગ'નો અનુભવ કરી રહ્યા છે.

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૫ ને 'શહેરી વર્ષ' જાહેર કરીને શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ શહેરી વિકાસયાત્રાને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે અને આ બે દાયકા દરમિયાન ગુજરાતે નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. રાજ્યના શહેરોનો આધુનિક સમયને અનુરૂપ સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ ૨૦૨૫ ૨૬ માં ૨૦૨૫ ના વર્ષને શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે.

સુઆયોજિત શહેરી વિકાસ અને 'ઇઝ ઓફ લિવિંગ'

રાજ્યના તમામ શહેરોમાં રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની પાઇપલાઇન જેવા અનેક કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, સાથે જ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શહેરી વિસ્તારોમાં આવાસો પૂરા પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં છેલ્લા ૩ વર્ષના ગાળામાં લગભગ ૨૨૫ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે. શહેરોના સુગઠિત અને આયોજનપૂર્વકના વિકાસથી આજે શહેરોમાં વસતા નાગરિકો 'ઇઝ ઓફ લિવિંગ' (જીવન જીવવાની સરળતા) નો અનુભવ કરી રહ્યા છે.

સ્માર્ટ સિટી મિશનમાં ગુજરાતની સિદ્ધિ

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ ૬ શહેરોમાં ₹૧૧,૪૫૧ કરોડથી વધુના ૩૫૪ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹૧૧,૦૫૬ કરોડના ૩૪૮ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. જ્યારે ₹૩૯૫ કરોડના ૬ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

મજબૂત કનેક્ટિવિટી: રોડ, રેલવે અને એર નેટવર્ક

ગુજરાતમાં વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડે છે.

  • રોડ નેટવર્ક: સમગ્ર રાજ્યમાં વધી રહેલા વાહનવ્યવહારના મેનેજમેન્ટ માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં સુદ્રઢ રોડ નેટવર્ક ઊભું થયું છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા ૨૮,૬૧૮ કિમી લંબાઈના રોડ રસ્તાની જાળવણી કરવામાં આવે છે. ફેબ્રુઆરી, ૨૦૨૪ માં ₹૯૭૯ કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ 'સુદર્શન સેતુ' નું લોકાર્પણ કરાયું. જામનગર ભટિંડા હાઈવે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે જેવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, આ વર્ષના બજેટમાં બે નવા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નમોશક્તિ (ડીસાથી પીપાવાવ, ૪૩૦ કિ.મી., ₹૩૬,૧૨૦ કરોડ) અને સોમનાથ દ્વારકા (૬૮૦ કિ.મી., ₹૫૭,૧૨૦ કરોડ) ની જાહેરાત કરવામાં આવી છે.
  • મેટ્રો રેલવે: નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાતમાં મેટ્રો રેલવે દોડી રહી છે. અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત તેમના દ્વારા જ થઈ હતી. સપ્ટેમ્બર, ૨૦૨૨ માં અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનો (થલતેજથી વસ્ત્રાલ) પ્રારંભ થયો, અને સપ્ટેમ્બર, ૨૦૨૪ માં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળોને આવરી લેતા બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. સુરત મેટ્રોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
  • રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર: દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે, જે અમદાવાદ અને મુંબઈને જોડશે. સપ્ટેમ્બર, ૨૦૨૨ માં ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની નવી વંદે ભારત ટ્રેન નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જોધપુર સાબરમતી (અમદાવાદ), અમદાવાદ ઓખા અને અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એમ અન્ય ત્રણ વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના ૮૯ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જેમાંથી ૧૮ રેલવે સ્ટેશનોનું ગઇકાલે ૨૨ મે, ૨૦૨૫ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.
  • એરપોર્ટ્સ: રાજ્ય સરકારે એરપોર્ટ્સનો પણ અત્યાધુનિક વિકાસ કર્યો છે. ₹૧૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેણે રાજકોટના વ્યાવસાયિક વિકાસને વેગ આપ્યો છે. આ સાથે જ, ₹૩૪૦૦ કરોડના ખર્ચે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. 'ઉડે દેશ કા આમ નાગરિક' (UDAN) યોજના હેઠળ ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા, પોરબંદર એરપોર્ટ પર કનેક્ટિવિટી વધી છે.

સુરત ડાયમંડ બુર્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના:

સુરત સ્માર્ટ સિટી બનવાની સાથે, તેના હીરા ઉદ્યોગના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર, ૨૦૨૩ માં ₹૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત સુરત ડાયમંડ બુર્સ નું લોકાર્પણ કર્યું હતું. આ બુર્સ ભારતના સૌથી મોટા 'કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ', જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેંકિંગ સેફ વોલ્ટની સુવિધા ધરાવે છે. તે હીરા, પ્લેટિનમ ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ જ્વેલરીના વ્યાપારનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ૮.૯૬ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજકોટમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ૧૧૪૪ આવાસો બનાવવામાં આવ્યા છે.

નવી મહાનગરપાલિકાઓ અને બીઆરટીએસ પ્રોજેક્ટ્સ

રાજ્ય સરકાર દ્વારા ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે, જેમાં નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, નવસારી, મહેસાણા, વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ થઈ છે, જે સંગઠિત અને સુઆયોજિત શહેરી આયોજનનો લાભ મેળવશે.

અમદાવાદ અને સુરત જેવા મુખ્ય શહેરોમાં નોંધપાત્ર શહેરીકરણ થયું છે. અમદાવાદ, ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. સાબરમતી રિવરફ્રન્ટ, મેટ્રો ટ્રેન, અટલ ફૂટઓવર બ્રિજ જેવા સફળ પ્રોજેક્ટ્સની સાથે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ બીઆરટીએસ (BRTS) બસ પ્રોજેક્ટ સૌથી સફળ પ્રોજેક્ટ છે, જે હેઠળ ૩૫૦ ઇલેક્ટ્રિક બસો આજે ૧૬ રૂટ્સ પર દોડી રહી છે અને પ્રતિદિન આશરે ૧.૫ લાખ મુસાફરો તેનો લાભ લઇ રહ્યા છે. સુરતમાં પણ બીઆરટીએસ પ્રોજેક્ટ કાર્યરત છે, જ્યાં ૮૭૦ બસો ૬૭ રૂટ્સ પર દોડે છે અને દરરોજ લગભગ ૧.૮૦ લાખ મુસાફરો તેનો લાભ મેળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરીકરણ અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને G ૨૦ હેઠળની શહેરોના વિકાસ અને આયોજન માટેની અર્બન ૨૦ બેઠકો ફક્ત ગુજરાતમાં જ અમદાવાદ શહેર ખાતે આયોજિત કરવામાં આવી હતી, જ્યાં G ૨૦ દેશોના શહેરોના પ્રતિનિધિઓએ ભેગા થઈને શહેરીકરણ અંગે ચર્ચા કરી હતી.

ગુજરાતમાં થયેલું શહેરીકરણ તેની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અને રાજ્ય સરકારની પહેલોનું પરિણામ છે. આ પ્રક્રિયાએ ગ્રામીણ વિસ્તારોને ધમધમતા શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે અને રોકાણ, વ્યવસાયો અને સ્થળાંતર કરનારાઓને આકર્ષ્યા છે. શહેરોનો વિકાસ રાજ્યમાં વિવિધ તકોને આકર્ષે છે, અને એટલે જ શહેરી વિકાસનું સંચાલન કરવું અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવું એ નાગરિકોની સુખાકારી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Embed widget