ગુજરાતમાં કોરોના વેક્સિનેશનને લાગી બ્રેક, જાણો કેમ ત્રણ દિવસ રસીકરણ કરાયું બંધ?
વેક્સિન સેન્ટર પર લોકો વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. જોકે, વેક્સિનેશન સેન્ટર બંધ હોવાથી વેક્સીનેશન વગર જ લોકોને પરત ફરવું પડી રહ્યું છે. સુરતમાં પણ વેકસીન લેવા લોકોને ફાંફા મારવા પડ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી રહી છે, ત્યારે હવે ત્રીજી લહેર સામે લડવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાજયમાં વેક્સિન સ્ટોકનાં અભાવે વેક્સિનેશન પ્રોગ્રામ બંધ કરવો પડ્યો છે. બુધ, ગુરુ અને શુક્ર સતત ત્રણ દિવસ વેક્સિનેશન બંધ રહેશે.
વેક્સિન સેન્ટર પર લોકો વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. જોકે, વેક્સિનેશન સેન્ટર બંધ હોવાથી વેક્સીનેશન વગર જ લોકોને પરત ફરવું પડી રહ્યું છે. સુરતમાં પણ વેકસીન લેવા લોકોને ફાંફા મારવા પડ્યા હતા. સતત 3 દિવસ સુધી તમામ સેન્ટર બંધ રહેશે. 3 બંધ ની જાહેરાત છતાં લોકો વેકસીન લેવા સેન્ટર આવી રહ્યા છે.
લોકોનો આક્રોશ છેલ્લા 4 દિવસથી લોકો રઝળપાટ કરી રહ્યા છે. લોકો સવારે 6 વાગ્યા થી વેકસીન લેવા ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. વેક્સીનનો જથ્થો ન આવતા લોકો હજી પણ ખાઈ રહ્યા છે ધક્કા.તમામ આરોગ્ય કેન્દ્ર પર લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સૂચક સ્કૂલ આરોગ્ય કેન્દ્રમાં સિનિયર સિટિજન પહોંચ્યા હતા. ગઈકાલે પણ મમતા દિવસ ના કારણે વેક્સિનેશન પ્રક્રિયા બંધ રહી હતી.
રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આગામી બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બંધ રહેશે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. આ અગાઉ મમતા દિવસને લીધે બુધવારે પણ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતુ. આમ જાન્યુઆરીમાં વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદથી લઈને અત્યાર સુધીમાં પહેલીવાર સતત ત્રણ દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના આ નિર્ણયથી સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે ત્રીજી લહેરના ભય વચ્ચે ત્રણ ત્રણ દિવસ માટે કેમ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. શું વેક્સિનની અછત સર્જાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વેક્સિનેશનની જરૂરીયાત સામે 45 ટકા જેટલો જથ્થો ઓછો આવી રહ્યો છે.
હાલ ગુજરાતને દૈનિક ચાર લાખ જેટલો રસીનો જથ્થો જોઈએ છે. તેની સામે સવા બે લાખ જેટલા જ ડોઝ મળે છે. અઠવાડિયા અગાઉ દૈનિક ચાર લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતા વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા. ત્યાર બાદ 15થી 17 લાખ જેટલા ડોઝ મળતા હતા. પરંતુ જરૂરીયાત સામે આ ડોઝ ઘણા ઓછા છે.
અગાઉ રાજ્યને બે થી અઢી લાખ ડોઝ મળતા હતા. જેને કેંદ્ર સરકારે 10-12 દિવસ પહેલા વધાર્યા હતા. આ ઉપરાંત અગાઉ રસી મેળવવા ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી હતુ. તેથી રસી માટે આવનારની સંખ્યા પણ ઓછી રહેતી હતી. તેથી રસીનો સ્ટોક પડ્યો પણ રહેતો હતો. જે પાછલા સપ્તાહમાં કામે લાગતા સરકારે એક જ સપ્તાહમાં 28 લાખ ડોઝ આપ્યા હતા.
ગુજરાતમાં કોરોના કેસ
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 65 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. રાજ્યમાં ગઈકાલે 289 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1969 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે.