શોધખોળ કરો

Gujarat Weather: ચોમાસાની વિદાય નજીક, રાજ્યમાં 100 ટકા વરસાદ, 71 ડેમો છલકાયા, વાંચો ડિટેલ્સ.........

નવા અપડેટ પ્રમાણે, રાજ્યમાંથી ચોમાસું હવે આગામી ત્રણ-ચાર દિવસોમાં વિદાય લઇ લેશે, આ વખતે અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ ખાબક્યો છે

Gujarat Weather: દેશભરમાં ચોમાસાની સિઝન હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, રાજ્યમાં પણ હવે ચોમાસાનું વિદાયની નજીક છે, તાજા હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં લગભગ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, અને શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા ચોમાસાની આ સિઝનમાં રાજ્યમા શું છે સ્થિતિ જાણો.... 

હાલમાં મળી રહેલા નવા અપડેટ પ્રમાણે, રાજ્યમાંથી ચોમાસું હવે આગામી ત્રણ-ચાર દિવસોમાં વિદાય લઇ લેશે, આ વખતે અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર વરસાદી માહોલના કારણે કેટલીય જગ્યાએ નદી-નાળા, ડેમો અને તળાવો છલકાયા છે. રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાતી વધુ વરસાદ પડ્યો છે, જેમાં 128 તાલુકામાં 100% વરસાદ પડ્યો અને 4 તાલુકા એવા છે જ્યાં 60%થી ઓછો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ કેર વર્તાવ્યો છે, ક્યાંક પુર તો ક્યાંક ડેમો છલોછલ જોવા મળ્યો છે. આ વખતે નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ 95% ટકા ભરાઇ ગયો છે, એટલુ જ નહીં આ સિઝનના વરસાદથી રાજ્યમાં 71 ડેમો છલોછલ થઇ ગયા છે. આ સિઝનમાં 35 ઇંચ વરસાદ પડવાનો અંદાજ હતો, જેની સામે આ વખતે પોણા 37 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે સિઝનનો સૌથી સારો વરસાદ ગણી શકાય. 

શિયાળાને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી ?

રાજ્યમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે.  દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. 10 ઓક્ટોબર પછી ઉત્તર પૂર્વના પવન સેટ થતા હોય છે, છતા પણ અલનિનોના કારણે ઉત્તર ભારતમાં બરફ વર્ષા 20 દિવસ મોડી શરૂ થવાની શક્યતા છે. 20 અથવા 25 નવેમ્બરથી શિયાળો શરૂ થવાની શક્યતા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.   ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે અલ નીનો આ વખતે શિયાળા સુધી ચાલશે. ડિસેમ્બરથી માર્ચ 2024 દરમિયાન અલ નીનોની સંભાવના 95 ટકા જેટલી ઊંચી છે. આવી સ્થિતિમાં આ વખતે શિયાળાના દિવસો ઓછા રહી શકે છે. ઓછા ઠંડા પવનો પણ હોઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થવાને કારણે ગરમીના દિવસોમાં પણ વધારો જોવા મળી શકે છે. ડૉ. મહાપાત્રાએ કહ્યું કે આ વખતે અલ નીનોની અસર ઓછી જોવા મળી છે. સામાન્ય રીતે અલ નીનોના કારણે વરસાદમાં 10 થી 25 ટકાનો ઘટાડો થાય છે અને દુષ્કાળ પડે છે. જોકે, કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ ન હતી. તેની પાછળ ત્રણ મોસમી ઘટનાઓ છે. તેમણે કહ્યું કે આ વખતે હિંદ મહાસાગરના દ્વિધ્રુવ, લો પ્રેશર સિસ્ટમ અને મેડન જુલિયન ઓસિલેશનને કારણે વરસાદમાં બહુ ઘટાડો થયો નથી. નવી દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જે લોકો સવારે ઉઠીને ફરવા જાય છે તેમના માટે ગરમ કપડા જરૂરી બની ગયા છે. રાત્રી દરમિયાન પંખાની સ્પીડ ઓછી કરવી પડે છે. પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ તતો હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી થોડી ગરમી રહેશે. પરંતુ સાંજ અને સવારના સમયે વાતાવરણ ખુશનુમા રહેશે. દિલ્હીમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં દિલ્હી-NCRમાં ઠંડા પવનો ફૂંકાશે. જો કે બપોરના સમયે લોકોને ચોક્કસ ગરમીનો અહેસાસ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget