શોધખોળ કરો
Advertisement
સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 235 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 235 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા 8.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 235 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા 8.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સાડા સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દ્વારકાના ભાણવડમાં પણ 7.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
મોરબીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મોરબીમા મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર થયા હતા. શહેરના જન જીવનને વ્યાપક અસર થઈ છે. રામચોક, રવાપર, નહેરુગેટ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. શહેરનો જોડતા રસ્તાઓ જળમગ્ન થતા જિલ્લાના અનેક ગામો સંપક્ર વિહોણા બન્યા છે.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. જામજોધપુરમાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના લખપતમાં પાંચ ઈંચ, પાટણના સાંતલપુરમાં અને રાજકોટના ધોરાજીમાં ચાર ચાર ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના વડીયા, તેમજ રાજકોટના જામકંડોરણામાં પણ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજયમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement