શોધખોળ કરો

weather update : રાજ્યના આ જિલ્લાઓમાં ગરમી ભુક્કા કાઢશે,  હીટવેવની આગાહી 

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે.   અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની નજીક પહોંચી ગયા છે.

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે.   અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની નજીક પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પાર વધી શકે છે. આગામી 2 દિવસ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. 

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 31.6 ડિગ્રીથી લઈને 43.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 43.8 ડિગ્રી મહત્તમ  તાપમાન નોંધાયું હતું.  જ્યારે દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.  કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.  હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

એપ્રિલના 17 દિવસમાંથી 13 દિવસ હીટવેવની અસર હતી. જયારે હજુ 12 દિવસ હીટવેવ રહેવાની આગાહી છે. મેના 26 દિવસ, જૂનમાં 7 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી કે તેથી પણ વધુ રહેવાનું અનુમાન છે. 18થી 24 મે દરમિયાન સૌથી વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  

ગરમીના કારણે સ્કૂલોના સમયમાં ફેરફારનો આદેશ

અમદાવાદમાં ગરમીના કારણે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DEOએ મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 1થી 8 અને બાલવાટીકાના બાળકો માટે સ્કૂલનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવાનો DEOએ આદેશ આપ્યો હતો. ગરમીનું પ્રમાણ વધતા અને ઘણા જિલ્લાઓમાં હીટવેવની આગાહી ઉપરાંત અસહૃ તાપ, લૂને લીધે હિટવેવ એક્શન પ્લાન અંતર્ગત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી હતી. પરંતુ ઘણી સ્કૂલોએ સમયમાં ફેરફાર ન કર્યો અને બપોરના સાડા 12 વાગ્યા સુધી સ્કૂલો ચાલતી હોય અને બપોરની પાળીમાં બાળકોને બોલાવતા હોવાની અનેક વાલીઓએ ફરિયાદો કરી હતી. જે બાદ DEOએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવા માટે સૂચના આપી છે.  ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં ખુ્લ્લામાં કોઈ કાર્યક્રમ ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget