શોધખોળ કરો

Gujarat Winter: રાજ્યમાં શિયાળો જામ્યો, અમદાવાદમાં એક જ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યુ, નલિયા-ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુગાર

રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં આજે ઠંડો દિવસ બન્યો છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામી છે

Gujarat Winter: રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં આજે ઠંડો દિવસ બન્યો છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામી છે, અમદાવાદમાં આજે એક જ દિવસમાં 6 ડિગ્રી સુધી તાપમાનમા ઘટાડો નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર પણ બન્યુ છે. 

મળતી માહિતી પ્રમાણે, શિયાળાની ઋતુ રાજ્યમાં જામી છે, હાડ ગાળતી ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઇ રહી છે, આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદના તાપમાનમાં આજે એક જ દિવસમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, અને 13.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગહી છે કે આગામી પાંચ દિવસમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના 14 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ખાસ વાત છે કે, નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેર બન્યા છે, જેમાં નલિયામાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 12.6, અમદાવાદમાં 13.3, રાજકોટમાં 13.4, ભૂજમાં 14.6, કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 15, અમરેલીમાં 15.3, સુરેદ્રનગરમાં 15.4, મહુવામાં 15.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો વળી, બીજીબાજુ માઉન્ટ આબુમાં પણ બે ડિગ્રી તાપમાન યથાવત છે.

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે? હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે તેમજ કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. જો કે 4 દિવસ બાદ તાપમાનના પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધશે. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે,મહિનાના અંતમાં ખરી ઠંડીનો  અહેસાસ થઈ શકે છે. ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ છે, તો દક્ષિણ ભારતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં 5-10 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સ્થળોએ સવારે ધુમ્મસ મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટકના વિસ્તારોમાં, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે 16 અને 17 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અત્યંત ઠંડી છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં હવામાન સામાન્ય રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.

દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર NCRમાં ઠંડી વધી ગઈ છે. દિલ્હીના સફદરજંગમાં આજે લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સીઝનમાં દિલ્હીમાં આ સૌથી નીચું તાપમાન છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં હળવા ધુમ્મસની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Cincinnati Open 2025 Prize Money:  ચેમ્પિયન અલ્કારાઝ પર થઈ ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે રૂપિયા?
Cincinnati Open 2025 Prize Money: ચેમ્પિયન અલ્કારાઝ પર થઈ ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે રૂપિયા?
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Cincinnati Open 2025 Prize Money:  ચેમ્પિયન અલ્કારાઝ પર થઈ ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે રૂપિયા?
Cincinnati Open 2025 Prize Money: ચેમ્પિયન અલ્કારાઝ પર થઈ ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે રૂપિયા?
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
IPO રોકાણકારો માટે રાહતના સમાચાર, SEBIએ લીધો યુ-ટર્ન, 35 ટકા હિસ્સો રહેશે યથાવત
IPO રોકાણકારો માટે રાહતના સમાચાર, SEBIએ લીધો યુ-ટર્ન, 35 ટકા હિસ્સો રહેશે યથાવત
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Embed widget