Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં 6-7 ડિસેમ્બરે થશે માવઠું, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Paresh Goswami Forecast: હાલમાં દક્ષિણ ભારતમાં સર્જાયેલા ફેંગલ વાવાઝોડું તમિલનાડુમાં લેન્ડફૉલ કરીને આગળ વધ્યુ છે
Paresh Goswami Forecast: રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ઠંડીની સિઝનમાં હવે માવઠું થઇ શકે છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યું છે કે, આ સિસ્ટમના કારણે 6-7 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ઠેક ઠેકાણે માવઠું થઇ શકે છે.
હાલમાં દક્ષિણ ભારતમાં સર્જાયેલા ફેંગલ વાવાઝોડું તમિલનાડુમાં લેન્ડફૉલ કરીને આગળ વધ્યુ છે, તેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ખૂબ ધોધમાર વરસાદ પડશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, આ સિસ્ટમ કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં સક્રિય છે. આના કારણે ગુજરાત પર કોઈ મોટો ખતરો નથી, પરંતુ 6-7 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. જોકે, ગુજરાતના તમામ વિસ્તારો પર તેની અસર થવાની નથી. ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થશે. લગભગ 60 ટકા વિસ્તારને આવરી લેશે અને અમૂક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતા છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બૉર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે. જેમાં દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. સૌથી વધુ તીવ્રતા તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં મહુવા, રાજુલા, ખાંભા, ઉના, કોડીનાર, સૂત્રાપાડાથી લઇ તલાલા સુધીના ગામડાઓમાં હળવી છાટાછૂટી થઈ શકે છે. આ કોઈ મોટું માવઠું નથી.
વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારો
કર્ણાટક અને કેરળના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટામાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે ઇડુક્કી, પલક્કડ અને થ્રિસુરમાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.
તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના
ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 15 નવેમ્બર પછી આ રાજ્યોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. આ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં હવામાન વધુ ઠંડું થઈ ગયું છે. બરફથી ઢંકાયેલા પહાડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ઉત્તર ભારતમાં ઠંડીને કારણે IMDએ રહેવાસીઓને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પાણી ભરાયેલા રસ્તાઓ અને સંભવિત પાવર કટ વિશે જાગૃત રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઉપરાંત, ઠંડા હવામાન પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિઓ, જેમ કે બાળકો અને વૃદ્ધોને, ગરમ કપડાં પહેરવા અને સવાર અને સાંજના સમયે બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો
Valasad: વધુ એક યુવક હાર્ટ અટેકનો બન્યો ભોગ, 25 વર્ષિય તલાટી મંત્રી અચાનક ઢળી પડ્યાં બાદ મૃત્યુ