આ તારીખે બપોરે 12 વાગ્યે હાર્દિક પટેલ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે
Hardik Patel Join BJP: હાર્દિક પટેલ આખરે બીજેપીમાં જોડાશે તે ફાઈનલ થઈ ગયું છે. ઘણા સમયથી ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. હાર્દિક પટેલ ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં બીજેપીમાં જોડાશે.
![આ તારીખે બપોરે 12 વાગ્યે હાર્દિક પટેલ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે Hardik Patel will join BJP on 2 June આ તારીખે બપોરે 12 વાગ્યે હાર્દિક પટેલ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/d13bb470c2de1e2697e974d9836544ac_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાઁધીનગર: હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. 15000 કાર્ચકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમા જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો બીજી તરફ પાટીદાર આંદોલન દરમિયાન તેમના પર થયેલા કેસ અંગે કોર્ટ દ્વારા હાર્દિકને રાહત આપવામાં આવી હતી. તેથી હાર્દિકના ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેથી હવે એ વાત પણ નક્કી છે કે હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.
શું જયેશ રાદડિયાના કાકાને લોક ડાયરામાં થપ્પડ મારવામાં આવી? હવે થયો ખુલાસો
રાજકોટ: જિલ્લાના જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં કથિત થપ્પડ કાંડની સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ પોસ્ટ મામલે આજે ધારાસભ્ય જયેશ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગોંડલ ધારાસભ્યના પુત્રએ જયેશ રાદડીયાના કાકાને ફડાકા માર્યા હોવાની પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ હતી. આ વાયરલ થયેલ પોસ્ટને લઈને જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ વીડિયો જાહેર કરી આ અંગે સ્પષ્ટતા કરી છે.
નોંધનિય છે કે, હાલમાં જામકંડોરણા ખાતે ગૌશાળાના લાભાર્થે સપ્તાહ ચાલી રહી છે. જ્યાં જયેશ રાદડિયાના કાકાને થપ્પડ મારવામાં આવી હોવાની પોસ્ટ વાયરલ થતા બન્ને આગેવાનોએ આવી કોઈ ઘટના બની ન હોવાના ખુલ્લાસા કર્યા છે. કોઈ વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મિડીયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારએ ખુલાસો કર્યો છે. જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયા પરિવાર વચ્ચે બે - બે પેઢીથી સંબંધો હોવાના બંને રાજકીય આગેવાનોએ ખુલાસા કર્યા છે. જયેશ રાદડીયા અને જયરાજસિંહ જાડેજાએ લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.
રાજ્યનો સૌથી પહોળો સિક્સલેન રોડ સૌરાષ્ટ્રના આ શહેરમાં બનશે, 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે
રાજકોટ: રંગીલુ રાજકોટ ફરી એકવાર ચર્ચામાં છે. હકિકતમાં વાત એમ છે કે, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 કિલોમીટર લાંબાને 45 મીટર પહોળા રોડ બનાવવા માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી રોડ બનશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)